Connect Gujarat
Featured

ખેડૂત આંદોલન : 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર મુદ્દે મડાગાંઠ યથાવત, આવતીકાલે ફરી બેઠક મળશે

ખેડૂત આંદોલન : 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર મુદ્દે મડાગાંઠ યથાવત, આવતીકાલે ફરી બેઠક મળશે
X

ખેડૂતો નેતાઓનું કહેવું છે કે તે અંતિમ નિર્ણય ખેડૂત સંગઠનની બેઠકમાં જ લેશે. હજારો ટ્રેક્ટરો અલગ અલગ વિસ્તારોમાંથી દિલ્હી માટે કુચ કરી ચૂક્યા છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલીને લઈને ખેડૂત નેતાઓ અને દિલ્હી પોલીસની વચ્ચે બેઠક થઈ હતી. છેલ્લી બે બેઠકોમાં પણ કોઈ રસ્તો નહોંતો નિકળી શક્યો. તેવામાં આશા હતી કે આ બેઠકમાં કોઈ રસ્તો નીકળશે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની બેઠક દિલ્હીમાં આજે થઈ રહી છે. આ બેઠક દરમિયાન કમિટી તરફથી ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવામાં આવશે. જો કે ખેડૂત નેતાઓએ કહ્યું કે તે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કમિટીની સામે હાજર નહીં થાય.

ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે ત્રણ કાયદા સાથે તબક્કાવાર ચર્ચા માટે અમે તૈયાર છીએ. પણ સરકાર કોઈપણ કિંમત પર કૃષિ કાયદો પરત નહીં ખેંચે.. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનોના નેતાઓની એક કમિટી બનાવી દઈએ. જ્યાં સુધી વચ્ચેનો માર્ગ નહીં નીકળે ત્યાર સુધી કાયદો લાગુ નહીં કરીએ.

26 જાન્યુઆરીથી ટ્રેકટર પરેડ અંગે ડો. દર્શનપાલે કહ્યું કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે. જેમાં માત્ર પૂર્વ સૈનિક સાથે ખેલાડીઓ સહિત સમાજના અન્ય વર્ગોના પ્રબુદ્ધ લોકો પણ સામેલ થશે. બધી સરહદ પર ખેડૂત આંદોલન માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની ઝાંખી તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

Next Story