Connect Gujarat
ગુજરાત

રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતી સામે ખેડૂતોનું મામલતદારને અપાયું આવેદનપત્ર

રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતી સામે ખેડૂતોનું મામલતદારને અપાયું આવેદનપત્ર
X

આવેદનપત્ર આપતા પહેલા ખેડૂતોએ મામલતદાર કચેરી પાસે જાહેર સભા કરી ભાજપ સરકાર સામે રોષ ઠાલવ્યો.

કેન્દ્ર અને ગુજરાત સરકારની નિતિ ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે ખેડૂત હિતરક્ષક દળે વાગરા મામલતદારને આવેદન આપી ખેડૂત વિરોધી નિતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમોદ પંથકના ખેડૂતો તથા બહેનો હાજર રહ્યા હતા.

ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગભાઇ પરમાર, કો–ઓરડીનેટર યાકુબ ગુરજી, આમોદ કોંગ્રેસના માજી પ્રમુખ બચુભાઇ શેઠ, આમોદ પાલિકા પ્રમુખ શુશીલાબેન પટેલ, ઉપપ્રમુખ યાકુબ રાજ અને જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કિસાનોએ આમલતદાર મામલતદાર કચેરી ખાતે કેન્દ્ર અને રાજય સરકારની ખેડૂત વિરોધી નિતિ સામે અવાજ ઉઠાવી દેખાવ કર્યો હતો. ખેડૂત હિતરક્ષક દળે સરકારની ખેડૂત હિત વિરોધી નિતિઓના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા હોવાનો આક્ષેપ કરી મામલતદારને આવેદન આપ્યું હતું.

આમોદ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજ્યની ગુજરાત સરકાર અને છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રની સરકાર દ્વારા કૃષિ વિરોધી નીતી અપનાવવાથી આજે સમગ્ર દેશના ખેડૂતો પાયમાલ બની આત્મહત્યા કરવા તરફ પેરાયાં છે.ખેડૂતોની ખેતીની જમીનો સરકાર યેનકેન પ્રકારે હડપ કરી ખેડૂતને જમીન વિહોણા બનાવી રહી છે ભરૂચ જિલ્લામાં તત્કાલીન સરકારોએ સિંચાઇના પાણી માટે નર્મદા નિગમની નહેરો બનાવી ખેડૂતો સિંચાઇના પાણી મેળવી આર્થિક સધ્ધર બને તેવું આયોજન કર્યું હતું .પરંતુ આમોદ તાલુકામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૮૦૦૦ હેક્ટર વિસ્તારમાંથી આજે ૩૪૦૦ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈનું પાણી મળે છે. ૧૪૬૦૦ હેકટરમાં પાણી પહોંચતું નથી. આમોદ અને જંબુસરના અનેક વિસ્તારો હજુ સિંચાઈથી વંચિત રહેવા પામ્યા છે. સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓને કારણે ખેડૂતો પાણીથી વંચિત રહ્યા છે.

આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીએ ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જતો હોય જિલ્લા કલેક્ટર તથા નહેર વિભાગને તાત્કાલિક નહેરનું પાણી છોડવા માટે રજુઆત કરી હતી. તેમજ નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને તૂટી ગયેલી નહેરોનું જલ્દી સમારકામ કરી ખેડૂતોને વહેલી તકે પાણી આપવા રજુઆત કરી હતી આ ઉપરાંત નહેર વિભાગમાં તકલાદી કામોથી વારંવાર નહેરો તૂટી જતી હોય અને ખેડૂતોને પાણી ના મળતું હોય ત્યારે વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે લાલ આંખ કરી તેનું બિલ અટકાવવાની પણ માંગણી કરી હતી.

ખેડૂત હિરક્ષકદળની મુખ્ય માંગણીઓ

– ખેત ઉત્પાદન માટે જરૂરી દવા, ખાતર અને જંતુનાશકના ભાવો નિયંત્રિત કરવામાં આવે.

– ખેત ઓજારો ઉપરની જીએસટીને નાબૂદ કરવામાં આવે. ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો આપવામાં આવે.

– નર્મદા નિગમના કમાન્ડ એરિયામાં આવતા વિસ્તારોના ખેડૂતોને સમયસર સિંચાઇનું પાણી આપવામાં આવે.

– જે ખેડૂતોની અરજી પેન્ડીંગ છે તેમને તત્કાલ વીજ કનેકશન અને ૧૮ કલાક વીજળી આપવામાં આવે.

– ખેડૂતોના દેવા માફ કરવામાં આવે

Next Story