Connect Gujarat
ફેશન

શું તમે પણ કર્લી હેરથી પરેશાન છો? તો આ ઘરેલું ઉપચારથી કરી શકો છો વાળને સ્ટ્રેટ

શું તમે પોતાના કર્લી હેરથી કંટાળી ગયા છો અને હવે તમે સ્ટ્રેટ વાળની હેરસ્ટાઇલ અપનાવવા ઇચ્છો છો પરંતુ પાર્લરમાં જઇને સ્ટ્રેટ હેર કરાવવાથી ઘણીવાર વાળ ખરાબ થવા લાગે છે.

શું તમે પણ કર્લી હેરથી પરેશાન છો? તો આ ઘરેલું ઉપચારથી કરી શકો છો વાળને સ્ટ્રેટ
X

શું તમે પોતાના કર્લી હેરથી કંટાળી ગયા છો અને હવે તમે સ્ટ્રેટ વાળની હેરસ્ટાઇલ અપનાવવા ઇચ્છો છો પરંતુ પાર્લરમાં જઇને સ્ટ્રેટ હેર કરાવવાથી ઘણીવાર વાળ ખરાબ થવા લાગે છે.વાળમાં હોટ ટૂલ્સનો ઉપયોગ કરવાથી પણ વાળ ડેમેજ થઇ શકે છે. એવામાં તમારા વાળ માટે દૂધ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. જ્યારે પણ વાત પ્રાકૃતિક રીતે સીધા વાળ કરવાની આવે તો ઘરે બેઠા માત્ર દૂધનો જ ઉપયોગ કરો. એવું એટલા માટે કારણ કે દૂધમાં પ્રોટીન, કૈસીન હોય છે, જે હેર ફોલિસેલ્સને બૂસ્ટ કરે છે અને વાળને વધવામાં મદદ કરે છે. માત્ર આટલું જ નહીં દૂધ વાળને સ્ટ્રેટ કરવામાં પણ મદદરૂપ થાય છે. એવામાં જો તમે આજ સુધી વાળમાં દૂધનો ઉપયોગ નથી કર્યો તો આ વખતે દૂધનું હેર માસ્ક ટ્રાય કરો.

દૂધનો હેર માસ્ક બનાવવાની સામગ્રી: એક તૃતિયાંશ કપ નારિયેળનું દૂધ, એક સ્પ્રે બોટલ, એક કાંસકો

આ રીતે કરો ઉપયોગ: સ્પ્રે બોટલમાં નારિયેળનું દૂધ નાંખો અને પોતાના ડેમેજ વાળ પર સ્પ્રે કરો. ધ્યાન રાખો કે તમારા સ્કેલ્પથી લઇને વાળના એન્ડ સુધી બધુ જ તેનાથી કવર થઇ જાય. સ્કેલ્પ પર મસાજ કરો અને વાળમાં કાંસકો ફેરવો. ધ્યાન રાખો કે વાળમાં કોઇ કર્લ ન રહે. એકવાર વાળ સંપૂર્ણ પણે દૂધને શોષી લે ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી વાળને સારી રીતે ધોઇ નાંખો. પોતાના વાળને સારી રીતે ધોઇ નાંખો જેથી વાળમાંથી દૂધની સ્મેલ દૂર થઇ જાય.

ઘરે કેવી રીતે બનાવશો નારિયેળનું દૂધ: તમે માર્કેટમાંથી નારિયેળનું દૂધ ખરીદવાની જગ્યાએ તેને ઘરે પણ બનાવી શકાય છે.

નારિયેળનું દૂધ બનાવવા માટેની સામગ્રી: 1 નારિયેળ, 4 કપ ઉકાળેલું પાણી

નારિયેળના 3 સ્પોટ્સમાં છેદ કરો અને તેનું પાણી કપમાં નિકાળી લો. હવે નારિયેળને બ્લેન્ડરમાં નાંખો અને તેની પર ઉકાળેલું પાણી નાંખી દો. નારિયેળને ગરમ પાણી શોષી લેવા દો જેથી તે થોડુક સોફ્ટ થઇ જાય. હવે નારિયેળને હાઇ સ્પીડમાં બ્લેન્ડ કરીને તેની પ્યૂરી બનાવી લો, જે ઘણું મિલ્કી દેખાશે. બ્લેન્ડ કરેલ મિશ્રણને મલમલના કાપડમાં નાંખો. હવે તેમાંથી નારિયેળનું દૂધ બહાર નિકાળી દો. આ દૂધને સ્પ્રે બોટલમાં નાંખો અને પોતાના વાળમાં લગાઓ. વાળ ઘટાદાર, લાંબા અને સ્ટ્રેટ દેખાવા લાગશે.

Next Story