Connect Gujarat
ફેશન

ક્યારેય ન કરશો આવી ભૂલ; આ 5 કારણોથી તમારો મેકઅપ લુક ખરાબ દેખાશે

ક્યારેય ન કરશો આવી ભૂલ; આ 5 કારણોથી તમારો મેકઅપ લુક ખરાબ દેખાશે
X

મેકઅપ કરવો એક કળા છે. દરેક વ્યક્તિ પરફેક્ટ મેકઅપ નથી કરી શકતી. સામાન્ય રીતે મહિલાઓ પોતાની જરૂરિયાત પ્રમાણે મેકઅપ પ્રોડક્ટ્સનો પ્રયોગ શીખી લેતી હોય છે અને અનુભવની સાથે તેમાં પારંગત બની જતી હોય છે. તેમ છતાંય તેમનો મેકઅપ તેમની પસંદ પ્રમાણે થતો નથી. તમામ પ્રયત્નો છતાં પણ એવુ લાગે છે કે અથવા તો ફાઉન્ડેશન વધારે બ્રાઈટ થઈ ગયું છે તો ક્યારેક લિપસ્ટિકનો કલર તેમની પસંદ પ્રમાણે નથી. ક્યારેય બ્લશ વધારે થઈ જાય છે તો ક્યારેક હાઈલાઈટરને કારણે સ્કીન પોર્સ વધારે વિઝિબલ થઈ ગયા છે.

આ બધાનું કારણ ઘણીવાર ખોટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કે તેમનો અયોગ્ય ઉપયોગ હોઈ શકે છે. ફ્લોલેસ મેકઅપ લુક મેળવવા માટે મેકઅપ સ્કીલ હોવી જેટલુ જરૂરી છે તેટલુ જ જરૂરી યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ છે. જો તમને તમારા મેકઅપ લુક થી સંતોષ નથી તો કદાચ આવી જ કોઈ ભૂલ તમે અજાણતા કરી રહ્યા છો. તો આવો જાણીએ કે ખરાબ મેકઅપ માટે કયા કારણો જવાબદાર હોય છે.

જો તમે તમારી ફેવરીટ મેકઅપ પ્રોડક્ટના ઉપયોગ પછી પણ તમને પસંદ મેકઅપ લૂક નથી મેળવી શકતા તો એકવાર તેની એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરી લો. ઘણીવાર આપણે પ્રોડક્ટને વાપરતા જઈએ છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે દરેક પ્રોડક્ટની એક એક્સપાયરી ડેટ હોય છે. જો તમે એક્સપાયરી ડેટ ગયા પછી પણ તેનો પ્રયોગ કરો છો તો તે તમારી સ્કીનને ખરાબ કરશે. મેકઅપ પણ સ્મૂધ નહી થાય.

હંમેશા પોતાની સ્કીન ટાઈપને જોઈને જ મેકઅપ પ્રોડક્ટ યુઝ કરો. ઘણીવાર તમને તમારો મેકઅપ લૂક ખુબજ ઓઈલી લાગે છે તો ઘણીવાર ખુબજ ડ્રાય. તેનું સૌથી મોટુ કારણ છે સ્કીન ટાઈપ પ્રમાણે ન થતી મેકઅપની ખરીદી. તો જ્યારે પણ કંસીલર, ફાઉન્ડેશન, કોમ્પેક્ટ પાવડર, આઇશેડો વગેરે ખરીદો તો એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે મેકઅપ પ્રોડક્ટ્સ તમારી સ્કીન ટાઈપ પ્રમાણે હોય.

ઘણીવાર આપણે પોતાની સ્કીન ટોનની જગ્યાએ બીજાની મેકઅપ સ્ટાઈલ ફોલો કરીને મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદી લઈએ છીએ. પણ આમ ન કરવું જોઈએ. પોતાની સ્કીન પ્રમાણે જ મેકઅપ પ્રોડક્ટ્સ અને કલર્સ પસંદ કરવા જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે દરેક પ્રકારની લિપસ્ટિક, આઇ શેડો અને બ્લશ દરેક સ્કીન ટોન પર સૂટ નથી કરતા.

ઓછી લાઈટમાં ક્યારેય મેકઅપ ન કરો. આમ કરવાથી તમારો મેકઅપ ખરાબ થઈ શકે છે. હંમેશા યોગ્ય લાઈટમાં જ ચહેરા પર મેકઅપ કરો. કારણ કે ઓછા પ્રકાશમાં મેકઅપ કરશો તો જ્યારે તમે બહાર નીકળશો તો નેચરલ લાઈટમાં તમારો મેકઅપ કંઈક અલગ જ લાગી શકે છે.

Next Story