Connect Gujarat
ગુજરાત

રાજયમાં 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ લાગુ, ફાસ્ટેગ વિનાના વાહન ચાલકોને ચૂકવવો પડ્યો બમણો ટેક્ષ

રાજયમાં 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ લાગુ, ફાસ્ટેગ વિનાના વાહન ચાલકોને ચૂકવવો પડ્યો બમણો ટેક્ષ
X

  • ફાસ્ટેગનું સ્ટિકર 5 વર્ષ સુધી ચાલશે

  • ફાસ્ટેગ એક વોલેટ છે

  • ફાસ્ટેગને ખાતા સાથે લિંકઅપની જરૂર નથી

રાજ્યભરમાં 15

જાન્યુઆરીથી લાગુ થયેલ ફાસ્ટેગ એક ઓનલાઈન વોલેટ છે. તેને બેન્ક એકાઉન્ટ સાથે

લિંકઅપ કરાવવાની કોઇ જરૂર નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ફાસ્ટેગ સ્ટિકર આપવામાં આવે

છે. જેની મર્યાદા પાંચ વર્ષ સુધીની છે. વાહના ચાલકો ફાસ્ટેગ સ્ટિકરને પોતાના વાહન

પર લગાડે છે. ફાસ્ટેગની મુદત વધતા સ્ટિકર લગાવનારા વાહનચાલકોની સંખ્યામાં 30 ટકાનો

વધારો થયો છે.

બેન્ક અને તેની

વેબસાઇટ પરથી ફાસ્ટેગ ઓનલાઈન ખરીદી શકાય છે. બેન્કમાં એપ્લાય કર્યા બાદ બેંકને

ફાસ્ટેગની સપ્લાય ઝડપથી મળતી નથી. ઓર્ડર બાદ ત્રણ ચાર દિવસે ફાસ્ટેગ મળી રહે છે.

તેથી વાહન ચાલકો ફાસ્ટેગ ઝડપથી મળી રહે તે માટે ઓનલાઈન ઓર્ડર કરવાનું વધુ પસંદ કરી

રહ્યા છે. ફાસ્ટેગ વપરાશ દરમિયાન ચાર્જ કરતા વધુ પૈસા વિડ્રોલ થઈ ગયા હોય અથવા અન્ય

કોઈ ફરિયાદ હશે તો તેની સમસ્યા પણ ઓનલાઈન જ કરવાની રહેશે. જો કે હજુ સુધી

ફાસ્ટેગને વિશે કોઈ ફરિયાદ આવી નહીં હોવાનું બેન્કના અધિકારીઓનું કહેવું છે.

ફાસ્ટેગ મેળવવા

જરૂરી ડૉક્યુમેન્ટ

આર.સી. બુક,વ્હિકલ નંબર વાળો ફોટો, અરજદારનો ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ.

કેન્દ્ર સરકારે 15

જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલટેક્સ ફરજિયાત કર્યો છે. રાજ્યભરમાં બુધવારથી

ટોલગેટ પરથી પસાર થતા ટેક્સપાત્ર વાહનોમાં ફાસ્ટેગનો નિયમ લાગુ કરી દેતા સવારથી

ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ નિયત કરતા બમણો

ટેક્સ ચૂકવવો પડ્યો હતો.

Next Story