Connect Gujarat
Featured

"પુણ્યનું પર્વ" : ઉતરાયણ પર્વે પશુઓને ઘાસચારો ખવડાવવાની પરંપરા, રાજ્યભરમાં લોકોએ પશુને ખવડાવ્યો ઘાસચારો

પુણ્યનું પર્વ : ઉતરાયણ પર્વે પશુઓને ઘાસચારો ખવડાવવાની પરંપરા, રાજ્યભરમાં લોકોએ પશુને ખવડાવ્યો ઘાસચારો
X

ઉત્તરાયણના પર્વને દાન અને પુણ્યનો તહેવાર માનવમાં આવે છે. ઉત્તરાયણના દિવસે લોકો દાન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે અરવલ્લી અને સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લાઓમાં હજારો પશુઓને ઘાસચારો ખવડાવી લોકોએ પુણ્યનું ભાથું પીરસ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દ્વારકાધીશ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાય સહિતના પશુઓને શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ઘાસના પુળા ખવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ઉતરાયણ પર્વે માલધારી સમાજના આગેવાનો અને યુવાઓનોએ પણ 500 જેટલી ગાય એકત્રિત કરી 5 હજાર જેટલા ઘાસના પુળા પશુઓને ખવડાવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભોંયરેશ્વર વિસ્તારના રામાપીર આખ્યાન મંડળ દ્વારા સર્વેની કરવામાં આવતી કામગીરીમાં જે કોઈ રકમ ફાળા સ્વરૂપે મળે છે, તો સાથે જ અન્ય આગેવાનોના મળતા સહકારથી વર્ષો જૂની પરંપરાના ભાગરૂપે આ રકમને શ્રેષ્ઠ કાર્ય માટે વાપરવામાં આવે છે. જેમાં ઉતરાયણના પવન પર્વે અબોલ પશુઓને ઘાસચારો ખવડાવવામાં આવે છે, ત્યારે નવા વર્ષના પ્રારંભે આવતા ઉતરાયણના પર્વ નિમિત્તે ગાયને ઘાસચારો આપવાનું વિશેષ મહત્વ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ થાનગઢ ખાતે મેળાના મેદાનમાં મોટી સંખ્યામાં ગાય સહિતના પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી પોતાના સેવાકાર્યની સુવાસ ફેલાવી હતી.

Next Story