Connect Gujarat
Featured

"મેકિંગ ઓફ જિયો-ફોન નેક્સ્ટ" : ભારતીયને ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડવા જિયોનું નવું નજરાણું..

જિયોફોન નેક્સ્ટ વિકસાવવા પાછળના વિઝન અને વિચારની ભીતરમાં આ શોર્ટ વીડિયો ડોકિયું કરાવશે.

મેકિંગ ઓફ જિયો-ફોન નેક્સ્ટ : ભારતીયને ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડવા જિયોનું નવું નજરાણું..
X

દિવાળીના તહેવાર અગાઉ જિયો ધ 'મેકિંગ ઓફ જિયોફોન' નેક્સ્ટ ફિલ્મ રજૂ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જવામાં આવી રહી છે તેવો-જિયોફોન નેક્સ્ટ વિકસાવવા પાછળના વિઝન અને વિચારની ભીતરમાં આ શોર્ટ વીડિયો ડોકિયું કરાવશે. આ નવો ફોન ડિઝાઇન કરવા પાછળ ભારતને તેના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્વમાં આ ફોન દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. માત્ર 5 વર્ષના સમયગાળામાં જિયો ભારતના દરેક પરિવારમાં ચર્ચાતું નામ બની ચૂક્યું છે. 430 મિલિયન યુઝર્સ સાથે તેની સેવાઓ ભૌગોલિક, આર્થિક અને સામાજિક વાડાઓ ઓળંગીને આગળ નીકળી ગઈ છે. જિયોફોન નેક્સ્ટ સાથે જિયો ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીનું લોકતાંત્રિકીકરણ કરવાના તેના વિઝનને સાકાર કરવા તરફ નિર્ણયાત્મક પગલું લઈ રહ્યું છે. જિયોફોન નેક્સ્ટ મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સ છે. જિયોફોન નેક્સ્ટ એ સુનિશ્ચિત કરે છે કે, દરેક ભારતીયને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ માટે દરેક ભારતીયને સમાન તકો મળે. આ વીડિયોમાં એ દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે જિયોફોન નેક્સ્ટ લાખો ભારતીયોની જિંદગી કેવી રીતે બદલવા માટે તૈયાર છે. એન્ડ્રોઇડ જેવી વિશ્વકક્ષાની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સજ્જ પ્રગતિ OS ભારત માટે ખાસ તૈયાર કરવામાં આવી છે અને તે જિયોફોન નેક્સ્ટનું હૃદય છે. એકદમ પોસાય તેવી કિંમતે સરળતાપૂર્વકનો અનુભવ આપતી આ ઓપરેટિંગ સિસ્ટમ દરેકને પ્રગતિ (પ્રોગ્રેસ) કરવાની તક મળે તેવા હેતુ સાથે જિયો અને ગૂગલના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા આ ફોન વિકસાવવામાં આવ્યો છે. જિયોફોન નેક્સ્ટનું પ્રોસેસર ટેક્નોલોજી અગ્રણી ક્વાલકોમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જિયોફોન નેક્સ્ટ ક્વાલકોમ પ્રોસેસર ડિવાઇસના પર્ફોર્મન્સ, ઓડિયોને બહેતર બનાવવાની સાથે બેટરીનો લઘુત્તમ ઉપયોગ કરીને શ્રેષ્ઠ કનેક્ટિવિટી તથા લોકેશનની ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયોફોન નેક્સ્ટના સમૃદ્ધ ફીચર્સ એકદમ નવી જ પદ્ધતિએ ટેક્નોલોજી સાથેનું આદાન પ્રદાન કરવાની સુવિધા ઊભી કરી આપે છે.

વોઇસ આસિસ્ટન્ટ યુઝરને ડિવાઇસનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે (જેમ કે ઓપન એપ, મેનેજ સેટિંગ વિગેરે.) અને તેમને અનુકૂળ આવે તે ભાષામાં ઇન્ટરનેટ પરથી માહિતી / સામગ્રી મેળવવામાં મદદ કરે છે. 'લિસ્ટન' નામનું ફંક્શન યુઝરને સ્ક્રીન ઉપર ઉપલબ્ધ કન્ટેન્ટ વાંચી સંભળાવવામાં મદદ કરે છે. આ ફીચર યુઝરને તેમની ભાષામાં સ્ક્રીન પર આવતું કન્ટેન્ટ સાંભળવામાં મદદ કરે છે. 'ટ્રાન્સલેટ' ફંક્શન યુઝરને સ્ક્રીન પર ઉપલબ્ધ કન્ટેન્ટને યુઝરની પસંદગીની ભાષામાં ભાષાંતરિત કરી આપે છે. આ ફીચરના કારણે સ્ક્રીન આવતું કન્ટેન્ટ તેમની મનગમતી ભાષામાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે. આ ડિવાઇસ સ્માર્ટ અને પાવરફૂલ કેમેરાથી સજ્જ છે જે યુઝરને ઓટોમેટિકલી બેકગ્રાઉન્ડ બ્લર કરી દે તેવા પોટ્રેટ મોડમાં ફોટોગ્રાફ લેવામાં મદદ કરે છે, જ્યારે નાઇટ મોડ યુઝરને લો લાઇટમાં પણ સારા ફોટોગ્રાફ લઈ આપે છે. કેમેરા એપમાં ઇન્ડિયન ઓગમેન્ટેડ રિયાલિટીના ફિલ્ટર્સ પ્રિલોડેડ આપવામાં આવે છે જે તેમની લાગણીઓ અને વિવિધ ઉત્સવો સાથે જોડાયેલા ફોટોગ્રાફ્સ લેવા માટેના અનુભવને બહેતર બનાવે છે. ગૂગલ પ્લે સ્ટોર દ્વારા યુઝર ડાઉનલોડ કરીને તમામ ઉપલબ્ધ એન્ડ્રોઇડ એપ આ ડિવાઇસમાં ઉપયોગ કરી શકે છે આમ તેઓ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ લાખો એપ્સનો ઉપયોગ કરી શકે છે. આ ફોનમાં જિયો અને ગૂગલની પ્રિલોડેડ એપ્સ પણ ફોનની સાથે જ આવશે. જિયોફોન નેક્સ્ટ ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ સાથે સુસજ્જ રહેશે. ઓટોમેટિકલી લોડ થનારા અપડેટ્સના કારણે યુઝરને લેટેસ્ટ ફીચર્સનો અનુભવ તેમના ફોન પર મળી રહેશે. કોઈપણ પ્રકારની ખલેલ વગર યુઝર ફોનનો ઉપયોગ કરી શકે તે માટે સિક્યુરિટી અપડેટ્સ પણ આપવામાં આવશે. એન્ડ્રોઇડ દ્વારા સુસજ્જ નવી જ ડિઝાઇન કરાયેલી પ્રગતિ ઓએસ લાંબી બેટરી લાઇફ સાથે મહત્તમ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે.

Next Story