Connect Gujarat
દેશ

ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
X

ધોની બાયોપિક પર બનેલી ફિલ્મના ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેનો પાર્થિવ દેહ મળ્યો હતો. આત્મહત્યાનું કારણ હજી સુધી અકબંધ.

બોલિવુડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવુડના યુવા અને ફેમસ એક્ટર સુશાંતસિંઘ રાજપૂતે સ્યૂસાઈડ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂતે પોતાના મુંબઈના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેમના નોકરે પોલીસને ફોન કરીને જાણ કરી હતી, જેથી મુંબઈ પોલીસ તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી છે. નાના પડદાથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર સુશાંતસિંહ રાજપૂતે બોલિવુડમાં અનેક ટોચની ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મથી ચમક્યા હતા. આ સિવાય તેઓએ કેદારનાથ, કાઈપો છે, રાબતા, સોનચિરય્યા, છિછોરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Next Story