Connect Gujarat
Featured

ફિલ્મ અભિનેતા વરુણ ધવન લગ્ન ગ્રંથિથી જોડાયા, જાણો લગ્નના વેન્યૂ પર કયા સિતારાઓ પહોંચ્યા !

ફિલ્મ અભિનેતા વરુણ ધવન લગ્ન ગ્રંથિથી જોડાયા, જાણો લગ્નના વેન્યૂ પર કયા સિતારાઓ પહોંચ્યા !
X

ફિલ્મ અભિનેતા વરુણ ધવનના લગ્નમાં સ્કૂલની મિત્ર ઝોયા મોરાની અને અન્ય મિત્રો ટીમ વીર અને ટીમ હમ્ટીની ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા. આ અવસરે મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ સ્પૉટ પર જોવા મળ્યા. ઘણો સમય રાહ જોયા પછી વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી રહ્યો છે. આ અવસરે વરુણની સ્કૂલ ફ્રેન્ડ ઝોયા મોરાની પણ વિવાહ સ્થળે પહોંચી હતી.

ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો વાયરલ થઈ રહી છે. ઝોયા મોરાનીએ ટીમ વીરનો શર્ટ પહેર્યો છે. તો વરુણ ધવનના અન્ય મિત્રોએ ટીમ હમ્ટીના ટીશર્ટ પહેર્યા હતા. તો લગ્ન કરાવનાર પંડિત પણ 12.30ના પહોંચી ગયા અને લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ અવસરે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ પ્રસંગમાં જોવા મળ્યા. મનીષ મલ્હોત્રાએ બ્લેક કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. તો કરણ જોહર પણ ગેટવે ઑફ ઇન્ડિયા પર અલીબાગ માટે નીકળતા સ્પૉટ કરવામાં આવ્યા.વરુણ ધવન પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વરુણ ધવન નતાશા દલાલને બાળપણથી એક બીજાને ઓળખે છે. બન્ને એક સાથે સ્કૂલમાં ભણ્યા છે. બન્નેની મિત્રતા ખૂબ જ ઊંડી છે.વરુણ ધવન બૉલીવુડ અભિનેતા છે અને તે અનેક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખૂબ જ લોકપ્રિય થાય છે. વરુણ ધવનની છેલ્લી ફિલ્મ કુલી નંબર 1 હતી. આ ફિલ્મમાં તેના સિવાય સારા અલી ખાનની મુખ્ય ભૂમિકા હતી. વરુણ લગ્ન પછી 15 દિવસો માટે હનીમૂન માટે જવાના છે.

સાંજના સમયે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. રિપોટ્સ મુજબ આ વિધિ સાંજે 5:45 વાગ્યાથી ચાલી રહી હતી. મેન્શન હાઉસની અંદર આ વરઘોડો નીકળ્યો હતો. જેના માટે વરુણે નતાશા દલાલની ચૂડા સેરેમની આજે સવારે યોજાઈ હતી.

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના સાત ફેરાની વિધિ પૂરી થયા બાદ લગ્નનો પ્રથમ ફોટો શેર કર્યો હતો. વરૂણ ધવનના ઈન્સ્ટાગ્રામ પરથી આ ફોટા શેર કરવામાં આવ્યા છે.

Next Story