Connect Gujarat
Featured

કિડની ફેઈલ થઈ જતાં, ફિલ્મ અભિનેત્રી મિષ્ટિ મુખર્જીનું નિધન

કિડની ફેઈલ થઈ જતાં, ફિલ્મ અભિનેત્રી મિષ્ટિ મુખર્જીનું નિધન
X

આ 2020મું વર્ષ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ ખરાબ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે ઉદ્યોગના ઘણા સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહ્યું છે. ટીવી સ્ટાર્સથી માંડીને ફેશન ડિઝાઇનર્સ, મ્યુઝિક ડિરેક્ટર અને બોલિવૂડ કલાકારો સુધીના ઘણા સ્ટાર્સ આ વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે. બોલિવૂડ અને બંગાળી અભિનેત્રી મિષ્ટિ મુખર્જીનું નિધન થયું છે. 2 ઓક્ટોબરના રોજ મિષ્ટીએ તેની આંખો કાયમ માટે બંધ કરી દીધી.

મિષ્ટિની કિડની ફેઇલ થઈ ગઈ હતી, ત્યારબાદ તેને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મિષ્ટિ બહુ જાણીતું નામ નહોતું, પરંતુ તેણે કેટલીક આઇટમ નંબર પણ કરી હતી. 2012 માં, મિષ્ટીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી ફિલ્મ 'લાઇફ કી તો લગ ગેયી' થી.

મિષ્ટિના પરિવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, 'મિષ્ટિ, જેમણે ફિલ્મો અને વીડિયોમાં ખૂબ સારું કામ કર્યું હતું, તે હવે આ દુનિયામાં નથી. કીટો ટાઈટ લેવાને લીધે તેની કિડની ફેઇલ થઈ ગઈ, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને શુક્રવારે રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રી ખૂબ જ પીડામાંથી પસાર થઈ રહી હતી.

Next Story