Connect Gujarat
Featured

જાણો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર પ્રતિ લિટર કેટલી એક્સાઈઝ ડ્યૂટી વધારી

જાણો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર પ્રતિ લિટર કેટલી એક્સાઈઝ ડ્યૂટી વધારી
X

કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 13 રૂપિયા પ્રતિ લિટર વધારી દીધી છે. એક્સાઈઝ ડ્યૂટીમાં વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે કારણ કે આ આંતરરાષ્ટ્રીય કિંમતમાં આવેલ ઘટાડા સાથે એડજસ્ટ કરવામાં આવશે અને કિંમતમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.

કોરોના વાયરસ સંક્રમણને કારણે માગ ન હોવાને કારણે છેલ્લા મહિનામાં બેંટ ક્રૂડની કિંમત પ્રતિ બેલર 18.10 ડોલરની નીચલી સપાટીએ પહોંચી ગઈ હતી. આ 1999 બાદ સૌથી સસ્તી કિંમત હતી. જોકે ત્યાર બાદ કિંમતમાં થોડો વધારો થયો છે અને આ 28 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ.

Next Story