આગના કારણે તમામ ઘર વખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ

સુરત નવાપુરા ગોલવાડના માછીપુરા શેરી નંબર એકમાં આવેલી ત્રિમંજલી ઈમારતમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ કરતાં ફાયર વિભાગની 3 ગાડી સ્થળ પર ધસી જઈ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે કોઈ જાનહાનીનો બનાવ બન્યો ન હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના નવાપુરા ગોલવાડના માછીપુરા શેરી નંબર એકમાં આવેલી ત્રિમંજલી ઈમારતમાં આગ કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગવાના કારણે પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવ અંગે પરિવારના સભ્યો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગે ફાયર વિભાગના 3 જેટલા બંબા ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આગ એટલી વિકરાળ હતી કે, ઘરની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આગના બનાવમાં કોઈ પણ જાનહાનીનો બનાવ નોંધાવા પામ્યો ન હતો.

LEAVE A REPLY