શહેરનાં સદર બજાર વિસ્તારમાં વાહનોમાં આગ લગાવવાની ઘટના બની

રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે ફારૂકભાઈ નામના વ્યકતિના 5 જેટલા વાહનોમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. આ મામલે પ્રધ્યુમન નગર પોલીસ મથકમાં અજાણ્યા સખ્શો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ મામલે ફોરેન્સિક ઇન્સપેક્ટરને સાથે રાખી ઘટના સ્થળથી નમૂના એકત્ર કર્યા છે. ફારૂકભાઈએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વાહનોમાં કોને આગ લગાડી છે તે બાબતે હું ખુદ અજાણ છું. કારણકે મારે અને મારા પરિવારજનો ને કોઈ સાથે રાગ દ્વેષ કે મનદુઃખ નથી.

LEAVE A REPLY