Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મોતનો પ્રથમ કિસ્સો, સુરતના વૃધ્ધે ગુમાવ્યો જીવ

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મોતનો પ્રથમ કિસ્સો, સુરતના વૃધ્ધે ગુમાવ્યો જીવ
X

ગુજરાતમાં

કોરોના વાયરસના પોઝીટીવ કેસ સામે આવ્યાં બાદ સુરતના વૃધ્ધનું કોરોના વાયરસના કારણે

મોત થયું છે. રાજયમાં કોરોના વાયરસના કારણે મોતનો આ પ્રથમ કિસ્સો છે.

દેશમાં

કોરોના વાયરસના કારણે થઇ રહેલા મોતની યાદીમાં હવે ગુજરાતનો પણ ઉમેરો થયો છે.

સુરતના 69 વર્ષીય

વૃધ્ધનું કોરોના વાયરસના કારણે મોત થઇ ચુકયું છે. મૃતકની કીડની ફેઇલ થઇ ગઇ હતી અને

તેઓ અસ્થમાની બિમારીથી પણ પીડાઇ રહયાં હતાં. તેમને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં

ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. રવિવારના રોજ તેમનું મોત થતાં તંત્રમાં

દોડધામ મચી ગઇ છે. બીજી તરફ વડોદરામાં પણ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલી

વૃધ્ધાનું પણ મોત થયું છે. જો કે તેનો કોરોના અંગેનો રીપોર્ટ આવવાનો બાકી છે. મૃતક

મહિલાના મૃતદેહને ઘરના બદલે સીધો સ્મશાનગૃહ લઇ જવામાં આવશે અને જયાં જુજ લોકોની

હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ મહિલાને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની

બીમારી હતી.

Next Story