Connect Gujarat
દેશ

ઉત્તરભારતમાં ધુમ્મસ છવાયો, દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે પરિવહન થયું પ્રભાવિત

ઉત્તરભારતમાં ધુમ્મસ છવાયો, દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે પરિવહન થયું પ્રભાવિત
X

દેશની રાજધાની

દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ઠંડા પવનો અને ધુમ્મસનો તાપમાન નોંધાયા હતા. તેમજ ધુમ્મસને લઈને ખરાબ

વિઝિબલિટી કારણે રિયાલ, કુવૈત અને બેંગકોકની ફ્લાઇટમાં વિલંબ થયો હતો. બીજી તરફ બહેરિનથી 2 ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી.

દિલ્હીમાં 50 મીટરથી ઓછી વિઝિબિલીટી

બુધવારે દેશની

રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયો છે. દિલ્હીની બાજુમાં આવેલા નોઈડા અને

ગાઝિયાબાદ આકાશમાં ધુમ્મસથી છવાયેલા છે. ઓછી દૃશ્યતાને કારણે, ટ્રાફિક પર અસર

દેખાય છે. એક તરફ જ્યાં વાહનો રસ્તાઓ પર ઉમટી રહ્યા છે, ત્યાં ટ્રેનોની ગતિ

પણ તૂટી ગઈ છે.

રાજધાની દિલ્હીમાં

સવારના સમયે રસ્તા પર 50 મીટરથી ઓછી દૃશ્યતા નોંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા

અનુસાર દિવસ દરમિયાન ધુમ્મસ અકબંધ રહેશે. ધુમ્મસને લીધે ટ્રેનો અને ફ્લાઇટ્સ પણ અવરોધાઈ છે.

ધુમ્મસને લીધે, દિલ્હી આવતી-જતી 22 ટ્રેનો મોડી પડી છે, જ્યારે 5 ફ્લાઇટનો રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. ધુમ્મસનો ઝાકળ ચારે બાજુ જોવા મળે છે. દિલ્હીમાં સવારે

લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ અનુસાર

પંજાબ, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે.

પટિયાલા, બિકાનેર, હિસાર, બહરાઇચ, ગોરખપુર, લખનઉ અને પટનામાં સૌથી ઓછી દૃશ્યતા નોંધાઈ.

Next Story