ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.41 વર્ષીય રોનાલ્ડોએ 23 વર્ષના કરિયરમાં પોર્ટુગલ માટે 234 મેચમાં 146 ગોલ કરવાનો અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે.તે આગામી નવેમ્બરના ઇન્ટરનેશનલ બ્રેક પછી પોર્ટુગલની પ્રખ્યાત નંબર-7 જર્સીને કાયમ માટે અલવિદા કહી દેશે અને દેશની નેશનલ ટીમ માટે રમતો જોવા નહીં મળે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માત્ર 18 વર્ષની નાની વયે એટલે કે 2003માં પોર્ટુગલ માટે આંતરરાષ્ટ્રીય ફૂટબોલની શરૂઆત કરી હતી અને પોતાની શાનદાર રમતથી તે ટીમનો મુખ્ય ખેલાડી અને કેપ્ટન બન્યો. તેના નામે પુરુષ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમવા અને સૌથી વધુ ગોલ કરવાનો અદ્ભુત વિશ્વ રેકોર્ડ નોંધાયેલો છે.

રોનાલ્ડોએ 2006થી લઈને 2026 સુધી સતત 6 ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના ફૂટબોલ કરિયરની સૌથી મોટી સિદ્ધિ 2016નો યુરો કપ વિજય છે, જેમાં ફાઇનલ મુકાબલામાં યજમાન ફ્રાન્સને હરાવીને પોર્ટુગલે ઈતિહાસમાં પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત, તેની આગેવાનીમાં પોર્ટુગલે 2019 અને 2025માં યુએફએ નેશન્સ લીગની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી.