Connect Gujarat
ગુજરાત

ઇતિહાસમાં પ્રથમ વાર : ભારતીય રેલ્વેએ તમામ ટ્રેનો સમયસર પહોંચાડી રચ્યો વિક્રમ

ઇતિહાસમાં પ્રથમ વાર : ભારતીય રેલ્વેએ તમામ ટ્રેનો સમયસર પહોંચાડી રચ્યો વિક્રમ
X

1 જુલાઈએ ભારતીય રેલવે દ્વારા સંચાલિત તમામ ટ્રેનો સમયસર તેમના લક્ષ્ય સ્થાન પર પહોંચી હતી. આ ભારતની એક મહાન સિદ્ધિ છે.

મળતી માહિતી અનુસાર ભારતીય રેલવે 1 જુલાઇએ 201 ટ્રેન ચલાવી હતી. આ સમય દરમિયાન ટ્રેન સમયસર ઉપડી અને નિર્ધારિત સમયે લક્ષ્યસ્થાન પર પહોંચી. એકંદરે રેલવે વિભાગે સમયની દ્રષ્ટિએ 100% સફળતા પ્રાપ્ત કરી છે.

નિષ્ણાતો કહે છે કે ભારતીય ઇતિહાસમાં આજ સુધી રેલવેને આ સફળતા મળી નહોતી. જો કે 23 જૂને, રેલવેએ તેની લગભગ તમામ ટ્રેનો સમયસર ચલાવી હતી. પરંતુ તે સમય દરમિયાન 99.54% ટ્રેનો સમયસર તેમના લક્ષ્ય સ્થાન પર પહોંચવામાં સક્ષમ હતી.

ભારતીય રેલવેનું નામ હંમેશાં સમય બાબતે ખરડાયેલું રહ્યું છે. મોટાભાગની ટ્રેનો મોડી પડે તે સામાન્ય ઘટના રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે વિભાગે આ વિલંબતા ઓછી કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રેલવે પણ તેના સમય વિશે નિશ્ચિત છે. ટ્રેનોના મોડા પડવાના કલાકોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

Next Story