રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જ બની હશે ઘટના, ક્રિકેટ મેચની ઓછા ભાવની ટિકિટ ગણતરીના કલાકોમાં થઈ બુક
BY Connect Gujarat2 Jan 2020 7:33 AM GMT

X
Connect Gujarat2 Jan 2020 7:33 AM GMT
આગામી તા. ૧૭મી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી
સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય મેચ રમાવવા જઈ રહી છે, ત્યારે આ મેચ માટેની ઓનલાઇન
ટિકિટનું વેચાણ ગઇકાલથી જ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ ઓનલાઈન બુકિંગ
મારફત રૂ. 500 અને રૂ. 800ની ટિકિટનું
બુકિંગ ફૂલ થઇ ગયું છે. રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આ ઘટના બની છે કે, કોઈપણ મેચની ટિકિટ માટેનું
ઓનલાઈન બુકિંગ શરૂ થાય અને તેની ટિકિટનું બુકિંગ ગણતરીના કલાકોમાં જ ફૂલ થઈ જાય.
ઉપરાંત સામાન્ય અને મધ્યમ વર્ગીઓમાં હાલ ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે, રૂ. 500 અને રૂ. 800ની ટિકિટનું બુકિંગ ગણતરીના કલાકોમાં જ ફૂલ જતાં લોકોએ
હવે ક્રિકેટ મેચ જોવા માટે ઊંચા ભાવની ટિકિટ ખરીદવી
પડશે. હાલ 1500 રૂપિયા, 1800 રૂપિયા, 2500 રૂપિયા, 6000 રૂપિયા અને 10,000 રૂપિયાવાળી ટિકિટ જ ઓનલાઇન બુક
થઈ રહી છે.
Next Story