Connect Gujarat
Featured

રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં 700થી વધુ કેસ, નવા 712 કેસ સાથે કુલ આંકડો 35 હજારને પાર

રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં 700થી વધુ કેસ, નવા 712 કેસ સાથે કુલ આંકડો 35 હજારને પાર
X

રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે. રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં નોંધાતા કેસનો આંકડો 700ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 712 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીના મોત થયા છે. તો 473 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 35,398 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1927 અને કુલ 25414 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસ

સુરતમાં 253, અમદાવાદમાં 172, વડોદરામાં 61, રાજકોટમાં 47, ભાવનગરમાં 20, વલસાડમાં 19, ભરૂચ, ગાંધીનગરમાં 15-15, નવસારીમાં 11, બનાસકાંઠા, ખેડામાં 10-10, જૂનાગઢમાં 10, મહેસાણા,જામનગરમાં 8-8, અરવલ્લી, કચ્છમાં 7-7, પાટણ, સુરેન્દ્રનગરમાં 6-6, આણંદ, ગીર-સોમનાથમાં 4-4, મોરબીમાં 3, પમંચહાલ, મહીસાગર, બોટાદ, અમરેલીમાં 2-2, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 9, સુરત, રાજકોટમાં 4-4, મહેસાણા, કચ્છ અને વસાડમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

Next Story