• દુનિયા
વધુ

    પાકિસ્તાન સ્ટોક એક્સચેંજમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓ ઠાર, છ નાગરિકોના પણ મોત

    Must Read

    અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ

    ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે....

    ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

    ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં...

    વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

    રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા...

    કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો છે. સોમવારે ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

    કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો હતો. ARY ન્યૂઝના અહેવાલ મુજબ, ચાર આતંકવાદીઓ સોમવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. અત્યારે ચારેય આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની ગોળીબારમાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

    પાકિસ્તાનના મીડિયા અનુસાર ચારેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જીઓ ન્યૂઝ સાથે વાત કરતા કરાચીના મહાનિરીક્ષકે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. રેન્જર્સ અને પોલીસ કર્મચારીઓ બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

    કરાચીના આઈજીનું કહેવું છે કે હુમલાખોરોએ પોલીસ અધિકારીઓના કપડા પહેરેલા હતા, જે તેઓ ઓફ ડ્યુટી પર પહેરે છે. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોથી હુમલો કર્યો હતો અને એક થેલી લઈ જતાં હતાં, જેમાં વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે.

    આતંકવાદી હુમલો કેવી રીતે થયો

    આતંકીઓએ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો અને બિલ્ડિંગમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબાર દરમિયાન એક પોલીસ અધિકારી અને એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસ અને રેન્જર્સના જવાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં તમામ 4 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આતંકી હમલામાં 6 જેટલા નાગરિકોના પણ મૃત્યુ નિપજ્યાં છે.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ

    ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે....

    ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

    ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં છે. પેરોલ...

    વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

    રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સભ્ય અને...

    ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

    ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બંને...
    video

    અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

    અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યું હતું, ત્યારે એન્ફોર્સમેન્ટ...

    More Articles Like This

    - Advertisement -