Connect Gujarat
દુનિયા

ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજમાં ઘુસ્યાં, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોનાં મોત!

ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજમાં ઘુસ્યાં, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોનાં મોત!
X

કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો છે. Ary ન્યૂઝના અહેવાલ મુજબ, સોમવારે ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે.

કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો છે. Ary ન્યૂઝના અહેવાલ મુજબ, સોમવારે ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. અત્યારે બે આતંકવાદીઓને ઠાર મરાયા છે. આતંકીઓના ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

પાકિસ્તાન મીડિયા ARY ન્યૂઝ અનુસાર, ચારમાંથી બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે બે આતંકવાદીઓ હજી પણ બિલ્ડિંગમાં છુપાયેલા છે. આતંકીઓએ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કરી બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ ગોળીબાર દરમિયાન એક પોલીસ અધિકારી અને એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થયાના ખબર છે.

પોલીસ અને રેન્જર્સના જવાન ઘટના સ્થળે પહોંચી ગયા છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે સ્ટોક એક્સચેંજમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજાથી બહાર કાઢવામાં આવ્યા છે.

પાકિસ્તાની મીડિયા જિઓ ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાન સ્ટોક એક્સચેંજના ડિરેક્ટર આબીદ અલી હબીબે કહ્યું કે સ્ટોક એક્સચેંજની અંદર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આતંકીઓ પાર્કિંગ એરિયામાં થી ઘૂસી ગયા હતા અને તમામ લોકો પર ફાયરિંગ કરી રહ્યા હતા. આતંકવાદીઓએ રેલ્વે ગ્રાઉન્ડ પાર્કિંગ વિસ્તારમાં ઘૂસી ગયા હતા અને સ્ટોક એક્સચેંજ મેદાનની બહાર ગોળીબાર કર્યો હતો.

Next Story