Connect Gujarat
Featured

દેશમાં શનિવારથી નાઇટ કરફયુ હટાવી લેવાશે, જુુઓ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન

દેશમાં શનિવારથી નાઇટ કરફયુ હટાવી લેવાશે, જુુઓ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન
X

કોરોના વાયરસના કહેર વચ્ચે જનજીવનની ગાડી પાટા પર આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે અનલોક-3ની જાહેરાત કરી છે જેમાં દેશમાં અમલી રાત્રિ કરફયુ હટાવી લેવા સહિતની અનેક છુટછાટ આપવામાં આવી છે.

દેશના ગૃહમંત્રાલયે આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃતિઓ માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 તારીખ પહેલી ઓગષ્ટ શનિવારના રોજથી અમલી બનશે. અનલોક- 3માં રાત્રિના 10 થી સવારના 5 વાગ્યા સુધીમાં અમલમાં મુકાયેલાં નાઇટ કરફયુને હટાવી લેવામાં આવશે. યોગ સંસ્થાઓ તથા જીમ્નેસિયમ્સને 5મી ઓગસ્ટથી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. બંને સંસ્થાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવશે.

રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળા, કોલેજો તથા કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 ઓગસ્ટસુધી બંધ રહેશે.

મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે.કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર મેટ્રો રેઈલ,સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિએટર, બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ તથા તેના જેવા અન્ય સ્થળોતેમજ ભીડ એકઠી થતી હોય તેવા તમામ કાર્યક્રમો માટે અલગથી નિર્ણય કરવામાં આવશે, પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેને આધારે નિર્ણય લેવામાં આવશે.કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટે રાજય સરકારોએ પુરતાં પગલા ભરવાના રહેશે.

Next Story