Connect Gujarat
ગુજરાત

ભાવનગર થી સોમનાથ હાઇવેની કામગીરી ગોકળગાય ગતિએ, જુઓ કયારે પુર્ણ થશે કામ

ભાવનગર થી સોમનાથ હાઇવેની કામગીરી ગોકળગાય ગતિએ, જુઓ કયારે પુર્ણ થશે કામ
X

ભાવનગરથી

સોમનાથને જોડતાં નેશનલ હાઇવેની કામગીરી હજી એક વર્ષ સુધી ચાલી શકે છે. ત્રણ વર્ષથી

ચાલતી હાઇવેની કામગીરી પુર્ણ થઇ નહિ હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી

રહયાં છે.

કેન્દ્ર

સરકારે ભાવનગરથી સોમનાથને જોડતાં નેશનલ હાઇવેની સિમેન્ટ અને ક્રોકિંટથી નિર્માણ

માટે પસંદગી કરી છે. આ પ્રકારનો રાજયનો પ્રથમ નેશનલ હાઇવે ભાવનગરમાં બની રહયો છે. 256 કીમીના નેશનલ હાઇવેના નિર્માણ માટે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. હાઇવેના

નિર્માણની કામગીરી 3 વર્ષમાં 70 ટકા જેટલી પુર્ણ થઇ છે જયારે 30 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી

પુર્ણ થતાં હજી એક વર્ષનો સમય લાગી શકે તેમ છે.

હાલમાં

હાઇવેની કામગીરી એકદમ ધીમી ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો

કરી રહયાં છે. આ ધીમી કામગીરી પાછળ સરકાર અને જમીન સંપાદનના વળતર માટે ખેડૂતો

વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણભુત માનવામાં આવી રહયો છે. ૧૯૮૫માં સંપાદન કરેલી

જમીનો માં ખેડૂતો આજની બજાર કીમત અનુસાર રૂપિયાની માંગ કરી રહ્યા હોવાથી

કામગીરીમાં વિધ્ન ઉભું થઇ રહયું છે.વર્તમાન સમયમાં ભાવનગર-મહુવા સર્વિસ રોડ સાવ

ખખડધજ હાલતમાં હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં છે.

Next Story