Connect Gujarat
Featured

ગઢડા : કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાં બાદ વિધાનસભાની બેઠકો જીતવા ભાજપની મથામણ

ગઢડા : કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાં બાદ વિધાનસભાની બેઠકો જીતવા ભાજપની મથામણ
X

ગઢડા વિધાનસભા બેઠક ના ભાજપના ઈન્ચાર્જ કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયાએ ગઢડા ઉમરાળા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી આગામી દિવસોમાં આવનારી ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી ની રણનીતિ તૈયાર કરી.

રાજયમાં રાજ્યસભાની ચુંટણી યોજાઈ તે સમયે કોંગ્રેસના ૮ ધારાસભ્યો એ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા જેને લઈને રાજયમાં ૮ વિધાનસભા બેઠક ખાલી પડેલી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર ચુંટણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા વિધાનસભા બેઠકો જીતવા માટેની રણનીતિ નક્કી કરી છે ત્યારે ભાજપ દ્વારા તમામ બેઠકોના ઈન્ચાર્જ ની નિમણૂકો કરવામા આવી છે અને ચુંટણી ની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા બેઠક ભાજપના ના ઈન્ચાર્જો કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા અને વિભાવરીબેન દવે ગઢડા ખાતે આવેલા અક્ષર પુરુષોત્તમ મંદિરના હોલ ખાતે કાર્યકર્તા ઓની બેઠક લીધી હતી.

ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી ની તૈયારીઓ ના ભાગ રૂપે ગઢડા વિધાનસભા બેઠક ના ભાજપના ઈન્ચાર્જો કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા અને વિભાવરીબેન દવે એ ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર વિસ્તારના ભાજપના શહેર ગ્રામ્ય પ્રમુખો, મહામંત્રીઓ, નગરપાલિકા ના પ્રમુખો, નગરપાલિકા ના સદસ્યો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સદસ્યો સહિતના ભાજપના આગેવાનોની બેઠક લઈ ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી જીતવા માટે ની રણનીતિ તૈયાર ઘડી હતી. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે હથિયારો સજજ કરવા એ અમારી નીતીરીતી રહી છે. ગઢડા વિધાનસભા ની પેટાચૂંટણી ની પૂર્વ તૈયારીઓ માટે વિધાનસભા બેઠક મા આવતા તમામ ભાજપના આગેવાનો ની એક બેઠક રાખી હતી તેમ ગઢડા વિધાનસભા બેઠક ના ઈન્ચાર્જ ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું હતું.

Next Story