• ગુજરાત
વધુ

  ગુજરાત વિદ્યાપીઠની 101 મી વર્ષગાંઠ, ગાંધીજીના પ્રપૌત્ર વિડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન

  Must Read

  27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...

  રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

  રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત...

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

  1920માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા પ્રસ્થાપિત ગુજરાત વિદ્યાપીઠને આજે 100 વર્ષ પૂરા થશે. વિદ્યાપીઠની 101મી વર્ષગાંઠની ઉજવણી સંદર્ભે વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીજીના પ્રપૌત્ર અને રાજનીતિજ્ઞ ગોપાલકૃષ્ણ ગાંધી વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે.

  ગૂજરાત વિદ્યાપીઠને આજે એટ્લે કે, 18 ઓક્ટોબરે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાપીઠનો ધ્વજ ફરકાવવામાં આવશે. અને ત્યારબાદ વિદ્યાપીઠના પટાંગણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલપતિના ભાષણ, ગાંધીવિચાર, ગ્રામ્ય જીવન, સર્વ ધર્મ સમભાવ, ટેક્નોલોજી અને ગાંધીજીના પરિવાર સાથે પત્રવ્યવહાર જેવા વિષયો પર વ્યાખ્યાન રજૂ કરવામાં આવશે. આ ઓનલાઈન વ્યાખ્યાન મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને રાજનીતિજ્ઞ ગોપાલકૃષ્ણ ગાંધી આપશે.

  તદુપરાંત ગાંધીજીના જીવન સંબંધિત 8 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. આ સિવાય ગાંધીજી દ્વારા અને ગાંધીજી પર લખાયેલા પુસ્તકોનુ પ્રદર્શન પણ કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠમાં આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકો યુટ્યૂબ પર જોઈ શકશે.

  ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 18 ઓકટોબરના રોજ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પદવીદાન સમારોહ મોકૂફ રખાયો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...
  video

  રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

  રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં...
  video

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી યુવકની અટકાયત  કરી વધુ તપાસ...

  રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

  દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
  video

  સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

  સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...

  More Articles Like This

  - Advertisement -