Top
Connect Gujarat

ગાંધીનગર ખાતે યોજાયો દિવ્યાંગ પેરા સ્પોર્ટ્સ ટેલેન્ટ હંટ અને ટ્રેનીંગ કેમ્પ

ગાંધીનગર ખાતે યોજાયો દિવ્યાંગ પેરા સ્પોર્ટ્સ ટેલેન્ટ હંટ અને ટ્રેનીંગ કેમ્પ
X

ગાંધીનગર સ્થિત હેડ ક્વાટર્સ, બી.એસ.એફ. કેમ્પ ગ્રાઉંડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ટ્રેનીંગ કેમ્પ યોજાયો હતો. સદર કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારની બોર્ડર સિક્યુરીટી ફોર્સ એટલે કે દેશની બોર્ડર ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનોને પોતાની ફરજ દરમિયાન શારીરિક ક્ષતિ થઈ હોવા છતાં રમતગમત ક્ષેત્રે સક્રિય થઈ ભાગ લઈ રહ્યા છે. મુકબધિર ખેલાડીઓ, પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ, માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ, શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓની ચાર જેટલી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="98353,98354,98355,98356,98357,98358,98359,98360,98361,98362,98363"]

આ તમામ દિવ્યાંગ ખેલાડીઓ માટે તેઓને અનુરૂપ રમતોનો સમાવેશ સાથે દિવ્યાંગ ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રમાં ઉજાગર કરી પ્રોત્સાહિત કરવાનું પ્લેટફોર્મ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. અહીં રમતગમત દરમિયાન બહારગામથી આવતા દિવ્યાંગ ખેલાડીઓ માટે નિવાસી સમર કેમ્પનું પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમવાર દિવ્યાંગ ખેલાડીઓ પૈકી શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત ખેલાડીઓની વિકલાંગતા મુજબ ૯૦૦ થી વધુ રમતવીરોનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું.

રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થતાં ખેલાડીઓને ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવા માટે રોકડ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ગાંધીનગરના હેડ ક્વાટર્સ, બી.એસ.એફ. કેમ્પ ગ્રાઉંડ ખાતે બી.એસ.એફ. જવાનો માટેનો ચોથા દિવ્યાંગ રાષ્ટ્રીય પેરા સ્પોર્ટ્સ હંટ અને ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. ૯ જૂનથી ૧૪ જૂન સુધી યોજાનાર દિવ્યાંગ પેરા સ્પોર્ટ્સ ટેલેન્ટ હંટ અને ટ્રેનીંગ કેમ્પનું વિધિવત રીતે દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ગુજરાત સીમા સુરક્ષા બળના જનરલ ડિરેક્ટર IPS જ્ઞાનેન્દ્રસિંહ મલેક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સચિવ ડી. ડી. કાપડિયા સહિત બી.એસ.એફ. તેમજ સી.આઈ.એફ.ના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં બી.એસ.એફ.ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it