Connect Gujarat
Featured

ગાંધીનગર : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું 13% પ્રદાન

ગાંધીનગર : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું 13% પ્રદાન
X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે, 11 ગીગાવોટ ઉત્પાદન છે. રિન્યુએબલ એનર્જી સેક્ટર રોજગારીના સર્જનનું પણ મહત્વનું સેક્ટર બન્યું છે. રાજ્યમાં 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જી 37 ટકા ફાળો આપે છે. ખેતીવાડીને સૂર્ય ઊર્જા સાથે જોડીને રાજ્યના ખેડૂતોને સૂર્યશક્તિથી ખેતી કરતા બનાવ્યા છે, ત્યારે પ્રદૂષણમુકત ખેતી દ્વારા હરિતક્રાંતિની પરિભાષા સાકાર થઇ તેમ છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશમાં પુન: પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે, જેની સરાહના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89,230 મેગાવોટ છે અને તેની સામે ગુજરાતે 11,264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપ્યું છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેક્ટર તરીકે ઊભરી આવ્યું છે. સૌર ઊર્જા પાર્ક અને વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખૂલી છે. તો સાથોસાથ નાગરિકોને પણ સ્વચ્છ ઊર્જા ગ્રીન અને કલીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે 1,70,000 રહેણાંક મકાનોને સૌર ઊર્જા વપરાશનો લાભ મળ્યો છે.

Next Story