Connect Gujarat
Featured

ગાંધીનગર : રાજયના પાટનગર પર આકાશમાંથી રાખી રહયું છે કોઇ નજર, જુઓ કેમ ?

ગાંધીનગર :  રાજયના પાટનગર પર આકાશમાંથી રાખી રહયું છે કોઇ નજર, જુઓ કેમ ?
X

રાજયના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યાં બાદ લોક ડાઉનનો સખતાઇથી અમલ કરાય રહયો છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાઇ રહયો છે.

ગાંધીનગરમાં લોક ડાઉન દરમિયાન લોકો ભલે પોતાના ઘરોમાં કેદ હોય પણ એક વસ્તુ આકાશમાંથી તેમની ગતિવિધિઓ પણ નજર રાખી રહયું છે. લોકો પોતાના ઘરોની બહાર નીકળવાનું વિચારતા હોય તો ચેતી જજો કારણે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર શહેરમાં નજર રાખી રહી છે. આ ઉપરાંત લોક ડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં રહે તે માટે રેપીડ એકશન ફોર્સના જવાનોની ફલેગમાર્ચ યોજવામાં આવી હતી.

કલમ- 144 તેમજ લોક ડાઉનના અમલ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડેપગે ફરજ બજાવી રહયાં છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા લોકોનું ઘરોમાં રહેવું ફરજિયાત છે ત્યારે લોકો લોકડાઉનનો પ્રમાણિક રીતે અમલ કરે તેવી વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.

Next Story