Connect Gujarat
Featured

ગાંધીનગર : લોકસભા સ્પીકરે કહ્યું, પક્ષ પલટો રોકવા કાયદો જરૂરી

ગાંધીનગર : લોકસભા સ્પીકરે કહ્યું, પક્ષ પલટો રોકવા કાયદો જરૂરી
X

નર્મદા જીલ્લામાં આવેલ કેવડીયા ખાતે આજથી 2 દિવસ માટે દેશના દરેક રાજયોના વિધાનસભા અધ્યક્ષોના સમ્મેલનનો પ્રારંભ થયો છે. જેમાં નેતાઓનો પક્ષ પલટો રોકવા કાયદો ઘડવા અંગે ચર્ચા થઈ રહી છે. આ બાબતે આજે ગાંધીનગર આવેલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે પક્ષ પલટો રોકવા કાયદો બનાવવો જરૂરી છે.

એક બાજુ રાજ્યમાં કોરોનાની મહામારી છે ત્યારે આજે નર્મદાના કેવડિયા ખાતે 2 દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થયો છે. આ સંમેલન માં દેશના દરેક રાજ્યોના સ્પીકર ભાગ લઇ રહયા છે આ સંમેલનમાં પક્ષપલટા કાયદાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.આ બાબતે આજે ગાંધીનગર આવેલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે પક્ષ પલટા ને રોકવા કાયદો બનાવવો જરૂરી છે જેથી લાકતંત્રની વ્યવસ્થા જળવાઈ રહે.

ઓમ બિરલાએ જણવ્યું કે રાજસ્થાનના સી.પી. જોષીની અધ્યક્ષતામાં દલ બદલ કાયદો બનાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી સરકાર સમક્ષ કાયદો બનાવવા સૂચનો આપશે અને લોકતંત્ર પર લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે કામ કરશે. છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આવું સંમેલન યોજાઈ રહ્યું છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે. જે ગુજરાતમાં બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે.

Next Story