Home > Featured > ગાંધીનગર : કલોલમાં ONGC પાઇપ લાઇનમાં ધડાકો થતા બે મકાનો થયા ધરાસાઇ, ત્રણથી ચાર લોકોને પહોંચી ગંભીર ઇજાઓ
ગાંધીનગર : કલોલમાં ONGC પાઇપ લાઇનમાં ધડાકો થતા બે મકાનો થયા ધરાસાઇ, ત્રણથી ચાર લોકોને પહોંચી ગંભીર ઇજાઓ
BY Connect Gujarat22 Dec 2020 5:00 AM GMT

X
Connect Gujarat22 Dec 2020 5:00 AM GMT
ગાંધીનગરમાં કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાનમાં ONGC પાઇપ લાઇનમાં લીકેજના લીધે બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી થયાં છે. આ ઘટનામાં ત્રણ થી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
અંદાજે સવારે 7:30 વાગે બ્લાસ્ટની ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. હાલમાં ફાયર-પોલીસ તેમજ ગેસની કંપની ઘટનાસ્થળે તપાસ કરી રહી છે તેમજ બ્લાસ્ટ થવાનું કારણ શું છે એ અંગે હજી કોઈ જાણકારી મળી નથી.
Next Story