Connect Gujarat
Featured

ગૌતમ ગંભીરે 1 કરોડ રૂપિયાનું પીએમ રાહત ફંડમાં કર્યું યોગદાન

ગૌતમ ગંભીરે 1 કરોડ રૂપિયાનું પીએમ રાહત ફંડમાં કર્યું યોગદાન
X

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સહન કરી રહ્યું છે. ત્યારે આ લડાઇ લડવા માટે વડાપ્રધાન દ્વારા રાહત ફંડનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાઓ સહિત બૉલિવૂડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ પર્સન સહિત અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ લિસ્ટમાં હવે ભાજપના સાંસદ અને ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ પણ જોડાઇ ગયું છે.

પૂર્વ ભારતીય બેટ્સમેન અને લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, તે એક કરોડ રૂપિયા પોતાની સાંસદ નિધિમાંથી કોરોના વાઇરસ સામેની લડતમાં યોગદાન આપશે.

https://twitter.com/GautamGambhir/status/1243963481461669889

આ પહેલા ગંભીરે નિવેદન આપ્યું હતું કે, તેનું ફાઉન્ડેશન ગરીબ લોકો અને જરૂરીયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરી રહ્યું છે. લૉકડાઉનની સ્થિતિમાં લગભગ 2000 ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.ખેલ પ્રધાન કિરન રિજિજૂએ પણ જણાવ્યું હતું કે, તેઓ પણ પીએમ રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન કરશે.વધુમાં જણાવીએ તો દેશમાં અત્યાર સુધીમાં 819 કોવિડ-19ના કેસ સામે આવ્યા છે અને 19 લોકોના જીવ ગયા છે, જ્યારે વિશ્વ સ્તરે 30 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

Next Story