Connect Gujarat
ગુજરાત

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં થયા શામિલ, નવી દિલ્હીની બેઠક પર થી લડી શકે છે ચૂંટણી!

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં થયા શામિલ, નવી દિલ્હીની બેઠક પર થી લડી શકે છે ચૂંટણી!
X

લોકસભા ચૂંટણીને ગણતરીનો જ સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા દાવપેચો શરૂ થઈ ગયા છે. આજની મહત્વની ખબર પર નજર કરીયે તો ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ રાજનીતીમાં પગરણ માંડ્યા છે.જેમાં વધુ મહત્વપૂર્ણ એ છે કે ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદ, અરુણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ દરમિયાન ગૌતમ ગંભીરે એક પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત થઈને તે ભારતીય જનતા પાર્ટીમાં પોતે જોડાયા છે.

આ તરફ ભાજપમાં જોડાતાની સાથે રાજનીતિક વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, નવી દિલ્લીની સીટ પર થી ગૌતમ ગંભીર ચૂંટણી લડી શકે છે. ચૂંટણી જીતવાના પ્રયાસો પાર્ટીઓ દ્વારા તેજ થયા છે. એક તરફ 184 બેઠકો પર થી ભાજપે ઉમેદવારોની લિસ્ટ જાહેર કર્યું છે. આ લીસ્ટમાં કેટલાની દોર કપાઈ છે તો કેટલાક નવા ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને છે. ત્યારે હજુ દિલ્લીની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના હજુ બાકી છે. એ પહેલા એક સેલેબ્રિટી બની ચૂકેલા ભારતના પૂર્વ ક્રિકેટરનો પાર્ટીમાં સમાવેશ લોકસભા સીટ લડવા પર કેટલીક સંભાવનાઓ પ્રતીત કરાવે છે.

તો હવે ભાજપ ગૌતમ ગંભીરને નવી દિલ્હીની બેઠક પર થી ઉમેદવાર બનાવી ચૂંટણી જંગ માં ઉતારશે કે કેમ? એ જોવું રહ્યું.

Next Story