Connect Gujarat
દુનિયા

જર્મની : હનાઉ શહેરમાં બે જગ્યા પર થયો ગોળીબાર, 8 લોકોના મોત

જર્મની : હનાઉ શહેરમાં બે જગ્યા પર થયો ગોળીબાર, 8 લોકોના મોત
X

જર્મનીમાં બુધવારે ગોળીબારીની ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી છે કે પશ્ચિમ જર્મનીના શહેર હનાઉમાં બુધવારે સાંજે બે જગ્યાએ ગોળીબારમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસના અગાઉના નિવેદનમાં જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ રાતના દસ વાગ્યાની આસપાસ હનાઉમાં બે અલગ અલગ સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ બની હતી.

પ્રથમ હુમલો હનાઉ શહેરના મધ્યમાં મિડનાઇટ બાર પર થયો હતો. તે જ સમયે, બીજો હુમલો એરેના બાર નજીક થયો. ન્યુઝ એજન્સીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ ગુરુવારે વહેલી તકે ગુનેગારોની શોધ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારમાં લગભગ પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યે પહેલા હુમલાના સ્થળે એક વાહન છોડી દેવામાં આવ્યું હતું, સાથે બીજી જગ્યાએ ફાયરિંગની બીજી ઘટના બની હતી.

નિવેદનમાં પોલીસે પીડિતો વિશે કોઈ માહિતી આપી

નથી અને કહ્યું કે આ હુમલો કેમ કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી હજુ સુધી મળી નથી.

Next Story