Connect Gujarat
Featured

કોરોનાથી ઉદભવેલા આર્થિક પડકારમાંથી અર્થતંત્રને કેવી રીતે ઉગારવુ તેની ચિંતામાં જર્મનીના પ્રધાને આત્મહત્યા કરી લીધી

કોરોનાથી ઉદભવેલા આર્થિક પડકારમાંથી અર્થતંત્રને કેવી રીતે ઉગારવુ તેની ચિંતામાં જર્મનીના પ્રધાને આત્મહત્યા કરી લીધી
X

જર્મનીના હેસે સ્ટેટના નાણાં પ્રધાન થોમસ શેફરે કોરોના વાઈરસને પગલે ઉદભવેલી તંગ આર્થિક સ્થિતિમાંથી અર્થતંત્રને કેવી રીતે બચાવવું તેની ચિંતાથી વ્યગ્ર બની આત્મહત્યા કરી લીધી છે, તેમ સ્ટેટ પ્રિમિયર વોકર બોફિયરે રવિવારે જણાવ્યું હતું.

54 વર્ષિય શેફર શનિવારે એક રેલવે ટ્રેક નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. વેઈસબેડન પ્રોસિક્યુશનના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી લીધી હોય તેવુ માનવામાં આવે છે. અમને આઘાત લાગ્યો છે, અમને આ ઘટના માનવામાં આવતી નથી. હેસે જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટનું ગૃહરાજ્ય છે.

કોરોનાની આર્થિક અસરને ખાળવા દિવસ-રાત કામ કરતા હતા. શેફર છેલ્લા 10 વર્ષથી હેસ રાજ્યના નાણાં પ્રધાન છે અને કોરોનાની મહામારીની આર્થિક અસરને ખાળવા અને આ સ્થિતિમાં કંપનીઓ તથા કામદારોને મદદરૂપ બનવા દિવસ-રાત કામ કરી રહ્યા હતા. તેમની કામ કરવાની તથા સતત ચિંતિત રહેવાની સ્થિતિને જોતા અમે એવુ માની શકીએ છીએ કે તે ઊંડા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને આ સંજોગોમાં આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. આજે આ કપરા સમયમાં અમારે ખરેખર તેમના જેવા ઉમદા પ્રધાનની જરૂર છે.

Next Story