Connect Gujarat
ગુજરાત

ચાર મહિના થી બંધ ગીરનું જંગલ સહેલાણીઓ ફરીથી ખુલ્યું

ચાર મહિના થી બંધ ગીરનું જંગલ સહેલાણીઓ ફરીથી ખુલ્યું
X

એશિયાટીક સિંહોનું ઘર ગણાતું સાસણ ખાતે સિંહોનું વેકેશન પૂર્ણ થતાં આજે વહેલી સવારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સિંહ દર્શન માટે સાસણ સિંહ સદન ખાતે ઉમટી પડ્યા હતા. સાસણ એટલે કે સિંહો નું ઘર અને સિંહોનું ચાર મહિનાનું સંવનનકાળ વેકેશન આજે પૂરો થતાં સવારના છ વાગ્યાથી ઘેર અભ્યારણ પ્રવાસીઓ માટે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યું હતું. શિહોમાં ૩૫ ટકાનો ક્રોધ વધતા પ્રવાસીઓને મોટી સંખ્યામાં સિંહો જોવા મળ્યા

ચોમાસાની ઋતુ મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ ગણવામાં આવે છે. આ ચાર મહિનાના સિંહ સહિતના વન્ય જીવો પોતાના પરિવારની વૃદ્ધિ કરે છે. ક્યારે તારીખ 15 ઓક્ટોબરના રોજ સિંહોની ચાર માસનું વેકેશન પૂરું થયું હતું અને આજે વહેલી સવારના છ વાગ્યાથી સિંહોનું ઘર એટલે કે ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. આજે વહેલી સવારે સદન ખાતે લીલીઝંડી આપી જીપ્સી જીપ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવ્યા હતા.

સિંહ દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અત્યારે ત્રણ મહિનાના ગાળામાં ફૂલ બુકિંગ થઇ ગયું છે અને રોજની દોઢસો ટ્રીપ પ્રવાસીઓની કરાવવામાં આવે છે. ત્યારે દિવાળી સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે.

ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લઇને નદી નાળાઓ અને ઝરણાં વહેતા થયા હતા અને જંગલના અદભૂત દ્રશ્યો રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રવાસીઓ દ્રશ્યોને લઈને પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને સિહો ના દર્શન પ્રવાસીઓએ કર્યા હતા.

Next Story