Connect Gujarat
Featured

ગીર સોમનાથ: કોરોના મહામારી બાદ સોમનાથ ફરી ધમધમતું થયું, એક જ માસમાં 4.37 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

ગીર સોમનાથ: કોરોના મહામારી બાદ સોમનાથ ફરી ધમધમતું થયું, એક જ માસમાં 4.37 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન
X

યાત્રાધામ સોમનાથ ફરી ધમધમવા લાગ્યું છે. કોરોના મહામારીમાં રાહત બાદ મોટી સંખ્યામાં યાત્રીકો સોમનાથ આવી રહ્યા છે.માત્ર જાન્યુઆરી માસમાં જ 4.37 લાખ યાત્રીકોએ સોમનાથ મંદિરે શીશ ઝુકાવ્યું હતું.

તા.8 જુન બાદ આરોગ્ય વિભાગ ની ગાઈડલાઈન સાથે સોમનાથ મંદીરમાં દર્શન કરવાની છુટ આપવામાં આવી હતી પરંતુ સોમનાથ સૂમસામ ભાષતું હતું. સોમનાથમાં બજારો, હોટેલો, અતીથીગૃહો ,મંદીરો, સમુદ્ર કીનારો બંધુ જ પ્રવાસીઓની ગેરહાજરીના કારણે વિરાન લાગતું હતું. હાલ રાજ્ય અને દેશભરમાં કોરોના પર કંટ્રોલ આવ્યો છે સાથે વેક્સીન અપવાનું શરૂ થતા લોકોમા ભય ઓછો થયો છે ત્યારે લાંબો સમય ઘરમાં કે પોતાના શહેર વિસ્તારમાં રહી કંટાળેલા લોકો પ્રવાસન સ્થળોએ પરીવાર સાથે આવતાં થયાં છે.

સોમનાથમાં જાન્યુઆરી માસમાં જ 4.37 લાખ લોકો દર્શનાર્થે આવ્યા હતાં તો શનિ રવિ જેવી રજાઓમાં પણ 88 હજાર લોકો સોમનાથ આવ્યા છે ત્યારે કોરોનાથી રાહત થતા આગામી ટુક સમયમાં જ સોમનાથ મંદીરમાં ત્રણે આરતી સમયે પણ ભાવીકોને મંદીરમાં પ્રવેશની છુટ અપાશે. આરતી સમયે લોકો મંદીરમાં ઊભા રહી નહી શકે માત્ર ચાલતા ચાલતાં આરતી દર્શન કરી શકે તેવી મંજુરી ટ્રસ્ટ દ્રારા અપાશે.

Next Story