Connect Gujarat
Featured

ગીર- સોમનાથ: એકના એક ભાઇનું અકસ્માતે મોત નિપજતા ચાર બહેનોએ કાંધ આપી

ગીર- સોમનાથ: એકના એક ભાઇનું અકસ્માતે મોત નિપજતા ચાર બહેનોએ કાંધ આપી
X

ગીર સોમનાથના સુત્રાપાડાના વિરોદર ગામે રહેતો ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ પશુઘન ચરાવવા જઇ રહેલ તે સમયે બોરવાવ ગામના પાટીયા નજીક કાળમુખા ટ્રકે અડફેટે લેતા મૃત્‍યુ નિપજયુ હતુ. અકસ્‍માતના પગલે મૃતક યુવાનના પરીવાર પર આભ ફાટયુ હોય તેવો ગમગીની ફેલાઇ ગઇ હતી. પરીવારમાં કોઇ પુરુષ ન હોવાથી મૃતક યુવાનને તેની ચાર બહેનોએ કાંઘ આપી હતી. મૃતકની સ્‍મશાનયાત્રામાં કરૂણ ર્દશ્‍યો નિહાળી હાજર સૌ કોઇ લોકોના આંખમાંથી અસરુઓ વહેવા લાગ્‍યા હતા.

કઠોર દિલના લોકોને પણ રડાવી નાંખે તેવી કરૂણ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતો અને પશુઘન અને ખેતી કામ કરતો દેવેન્‍દ્ર કનુભાઇ ગાઘે (ઉ.વ.23) ચાર બહેનોનો એકનો એક ભાઇ હતો સવારના સમયે દેવેન્‍દ્ર પોતાના પશુઘનને લઇ જંગલ તરફ ચરાવવા લઇ જઇ રહેલ હતો. દરમ્‍યાન રસ્‍તામાં બોરવાવ ગામના પાટીયા પાસે એક કાળમુખા ટ્રકએ દેવેન્‍દ્રભાઇને અડેફેટે લેતા કમકમાટીભર્યુ મોત નિપજેલ હતુ. અકસ્‍માતના સમાચારના પગલે ગાઘે પરીવાર પર આભ ફાટયા જેવો ગમગીનીભર્યો માહોલ પ્રસર્યો હતો. ઘટનામાં સૌથી કરૂણ પરિસ્‍થ‍િતિ એવી હતી કે, મૃતક યુવકના પીતાજીનું પણ ચાર માસ પહેલા હાર્ટએટેકના કારણે મૃત્‍યુ નિપજેલ હોવાથી દેવેન્‍દ્ર ઘરમાં એકલોજ પુરુષ હતો.

મૃતક દેવેન્‍દ્રભાઇની ચાર પૈકી એક બહેનના લગ્‍ન થઇ ગયેલ હોવાથી તે સાસરે છે. જયારે બે બહેનો પરીતાબેન સોમનાથ સુરક્ષામાં અને જલ્‍પાબેન પોરબંદર પોલીસમાં ફરજ બજાવે છે. અને ચોથી જલ્‍પાબેન તેની સાથે વિરોદર ગામે રહે છે. અકસ્‍માતમાં એકના એક લાડકવાયા ભાઇને ગુમાવ્‍યો હોવાથી ચારેય બહેનોએ કાંઘ આપી હતી. આ હદ્રયદ્રાવક ર્દશ્‍યો સ્‍મશાનયાત્રામાં હાજર સૌ કોઇનું હૈયુ ભરાઇ છલકાય ગયેલ નજરે પડ્યા હતા

Next Story