Connect Gujarat
Featured

ગીર સોમનાથ : વેરાવળમાં વરસ્યો ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયા પાણી

ગીર સોમનાથ : વેરાવળમાં વરસ્યો ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયા પાણી
X

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ગેરહાજરીના કારણે ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં હતા, ત્યારે મંગળવારની વહેલી સવારે વેરાવળ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં મંગળવારથી લો-પ્રેશર સક્રિય થવાથી તા. 4થી 8 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. તો સાથે જ તા. 3થી 6 ઓગસ્ટ દરમિયાન મુંબઇથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે, ત્યારે મંગળવારની વહેલી સવારે વેરાવળ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. જોકે ધોધમાર વરસાદ વરસતા સ્થાનિકોને ગરમી અને બફારાથી આંશિક રાહત થઈ હતી.

Next Story