ગીરમાં સિંહોના લાઈન શો બાદ હવે થાય છે લેપર્ડ શો.! વિડિયો થયો વાઇરલ

New Update
ગીરમાં સિંહોના લાઈન શો બાદ હવે થાય છે લેપર્ડ શો.! વિડિયો થયો વાઇરલ

ગીરની શાન ગણાતા સિંહોને પાલતું પ્રાણી બનાવીને સિંહોને મુરધી આપીને શિકાર માટે લલચાવ્યાની ઘટના અંગે મીડિયાએ પર્દાફાશ કર્યાના એકાદ વર્ષ બાદ ફરી વનતંત્રને તમાચા જેવી ઘટના ફરી પ્રકાશમાં કનેક્ટ ગુજરાત પાસે આવી છે ગીર પંથકના ગામોમાં સિંહોના લાયન શો કરનારા નબીરાઓએ સિંહો ની જગ્યાએ હવે દીપડા ને શિકાર પીરસીને લેપર્ડ શો કરતા હોવાનો ૨.૧૧ સેકન્ડના વિડીયોએ ખળભળાટ મચાવ્યો છે.

Advertisment

દીપડા શો ના વિડીયોમાં એક બકરી ને વૃક્ષ સાથે બાંધીને દીપડાને લલચાવીને બકરીનો શિકાર કરતા વિડીયોમાં ત્રણ વાર દીપડો બકરીના શિકાર માટે ત્રાપ મારે છે. બાદ બકરીનો શિકાર કરતા વિડીયોથી વનતંત્રની ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ થયો છે. મુરધી કાંડ બાદ બકરી કાંડ પ્રકાશમાં આવ્યાની ઘટનાનો વિડીયો ગીર પંથકના ગામડાંનો હોય તેવું અનુમાન હાલ આ વિડીયો પરથી લાગી રહ્યું છે. પણ શિકારી, જંગલી પ્રાણીઓ સાથે જંગલીયત જેવું વર્તન કરતા નફ્ફટ નબીરાઓ સામે તંત્ર મુરધી કાંડ બાદ બકરી કાંડ અંગે ક્યારે તપાસ કરે તે જોવાનું રહ્યું પણ વનતંત્ર આ વિડીયો કયાનો કે વિડીયો બનાવનાર કે આ લેપર્ડ શો કરનાર સુધી પહોંચીને જેલના સળીયા પાછળ ધકેલશે કે નહીં તે જોવાનું રહ્યું કે પછી જય જય ગરવી ગુજરાત.

Advertisment
Latest Stories