Connect Gujarat
Featured

ગીર સોમનાથ: મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે ભ્ક્તોનું ઘોડાપૂર, જુઓ દ્રશ્યો

ગીર સોમનાથ: મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે ભ્ક્તોનું ઘોડાપૂર, જુઓ દ્રશ્યો
X

મહાશિવરાત્રિના પાવન પર્વ પર પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું તો સોમનાથ દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.

મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ. આજે મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી ‘બમ બમ ભોલે’, ‘ઓમ્ નમ: શિવાય’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. સોમનાથમાં મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્ત માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું . શિવરાત્રિના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે.

આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યા હતા. હજારો ભાવિક ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતાં. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે 4થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે. શિવરાત્રિના પર્વ નિમિત્તે વિશેષ પાલખી યાત્રા પણ નીકળી હતી.

Next Story