Connect Gujarat
Featured

ગીર સોમનાથ : સુત્રાપાડાના માછીમારો માટે ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ, જુઓ શું છે માહોલ

ગીર સોમનાથ : સુત્રાપાડાના માછીમારો માટે ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ, જુઓ શું છે માહોલ
X

ગુજરાતના 1,600 કીમી લાંબા દરિયા કિનારે વસવાટ કરતાં નાના માછીમારોની હાલત વાયુ વાવાઝોડા અને કોરોના વાયરસના કારણે કફોડી બની છે. મોટા વેપારીઓના નાણા વિદેશોમાં અટવાય જતાં તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. નાણાના અભાવે તેઓ દરિયામાં ફરીથી માછીમારી માટે પણ જઇ શકતાં નથી.

આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના, જ્યાં 7 હજાર જેટલા માછીમારો વસવાટ કરે છે. અને 400 જેટલી નાની મોટી બોટો દરિયામાં માછીમારી માટે જાય છે. આ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી જ છે. પરંતુ પહેલા ગયા વર્ષે વાયુ અને મહા નામના વાવાઝોડાને કારણે સિઝન નિષ્ફળ ગઈ અને હવે ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે માછલીની નિકાસ કરતાં વેપારીઓના નાણાં વિદેશમાં રોકાય જતા હવે નાના માછીમારોને રૂપિયા ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે.

દેશને કરોડો રૂપિયાનો હૂંડિયામણ રળી આપતો ફિશિંગ ઉદ્યોગ આ કરોનાના કાળ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આજે સમગ્ર દરિયાઇ પટ્ટીના નાના-મોટા માછીમારો બેકાર થઈ જવાની તૈયારીમાં છે. જ્યારે માછીમારોને ફિશિંગ દરમિયાન મળેલી માછલીની પુરી કિંમત મળતી નથી. ગયા વર્ષની ભાવની સરખામણીમાં ૬૦ ટકાથી પણ ઓછા મળે છે. તેમજ માછલીના પૈસા પણ ત્રણથી ચાર મહિના બાદ મળે છે નાના માછીમારોને આ ધંધો શરૂ રાખવા માટે દૈનિક પૈસાની જરૂરિયાત રહે છે. તેમણે પોતાની ફિશીંગ બોટો શરૂ રાખવા માટે ડીઝલ, રાશન, બરફ સહિત દૈનિકજરૂરીવાત ના પૈસા ચૂકવવા પડે છે.

જ્યારે માછીમારોએ માછલીના પૈસા ૩ થી ૪ માર્ચ પછી મળે છે અને તે પણ નજીવા ભાવે જ્યારે એક્સપોર્ટ કંપની ને રજૂઆત કરતા તેઓ નો જવાબ એવો મળે છે અમારો માલ વિદેશોમાં પૂરતા પ્રમાણમાં નિકાસ થતો નથી અને પેમેન્ટ પણ મળતું નથી જેથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જો આવીશ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહેશે તો આ ઉદ્યોગને સંપૂર્ણ પડે ભાંગી જશે જેની ૬૦થી ૭૦ ટકા અસર તો હાલમાં જોવા મળી રહી છે સરકારે આ બાબતને ધ્યાનમાં લઇ અને જરૂરી ધ્યાન આપી આ ઉધોગને બચાવી લે તેવી રજૂઆત માછીમારો કરી રહ્યા છે.

Next Story