Connect Gujarat
ગુજરાત

ગોવા આઝાદી: ભારત આઝાદ થયા બાદ 14 વર્ષે ગોવા થયું હતું સ્વતંત્ર

ગોવા આઝાદી: ભારત આઝાદ થયા  બાદ 14 વર્ષે ગોવા થયું હતું સ્વતંત્ર
X

ભારતને મળેલી આઝાદીના 14 વર્ષ પછી આજના દિવસે જ ભારતીય સશસ્ત્ર દળોએ

સંયુક્ત કાર્યવાહી કરી ગોવાને પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્રતા અપાવી હતી. લશ્કરી

કાર્યવાહીની જરૂરિયાત એટ્લે ઉભી થઈ હતી કારણ કે, વારંવાર ચેતવણી આપવા

છતાં પોર્ટુગીઝ ગોવા છોડવાની તરફેણમાં નહોતા. જે પછી ભારતની ત્રણેય સેનાએ 19 ડિસેમ્બર 1961 ના રોજ ઓપરેશન વિજય

હેઠળ પોર્ટુગીઝોને ગોવામાંથી હાંકી કાઢ્યા હતા.


ગોવામાં 30 મેના રોજ સ્થાપના

દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેમ કે, 30 મે 1987 ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો

મળ્યો હતો. જે બાદ અહીં ભારતીય બંધારણ પૂર્ણ અમલમાં આવ્યું.

Next Story