Connect Gujarat
ગુજરાત

ગોધરા શહેર અને તાલુકા મામલતદાર કચેરીની ઓનલાઈન સેવા ચાર દિવસથી ખોરવાઇ

ગોધરા શહેર અને તાલુકા મામલતદાર કચેરીની ઓનલાઈન સેવા ચાર દિવસથી ખોરવાઇ
X

ગોધરા શહેર અને તાલુકા મામલતદાર કચેરીની ઓનલાઈન સેવા ચાર દિવસથી ખોરવાતાં સબ

રજીસ્ટ્રાર કચેરી અને ઈ-ધરાની તમામ કામગીરી અટવાઈ પડી હતી.

ગોધરા શહેર અને તાલુકાની મામલતદાર કચેરી હાલમાં સર્કીટ હાઉસની જોડે ખસેડવામાં આવેલ છે.

અને આ મામલતદાર કચેરીમાં જી-સ્વાન ઓનલાઈન કનેક્ટિવિટી જીલ્લા સેવાસદન-૧ માંથી લાઈન

આપવામાં આવેલ છે. ત્યારે જીલ્લા કલેકટર કચેરી કંપાઉન્ડમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની

નવીન બિલ્ડીંગની કામગીરી માટે ચાલતા ખોદકામ દરમ્યાન મામલતદાર કચેરીને જોડતી ઓનલાઈન

ઈન્ટરનેટ કનેકટીવીટીની લાઈન કપાઈ જતાં મામલતદાર કચેરીમાં ઓનલાઈન સેવા ખોટકાઈ છે.

જેને લઈ મામલતદાર કચેરીમાં ઈ-ધરા તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીની કામગરી અટકી જતાં

લોકો પરેશાન થઈ રહ્યા છે. સાથે છેલ્લા ચાર દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા સરકારી

તિજોરી ને લાખો રૂપીયાનું નુકશાન થવા પામ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કામગીરીઓને ઓનલાઈન કરવામાં આવી છે. તેમજ સરકાર

દ્વારા જી-સ્વાન કનેક્ટિવિટી દ્વારા ઓનલાઈન ઈન્ટરનેટ સેવા સરકારી કચેરી ઓમા પુરી

પાડવામાં આવે છે. હાલમાં ગોધરા શહેર અને તાલુકા મામલતદાર કચેરી સર્કીટ હાઉસની બાજુમાં

ખસેડવામાં આવી અને આ મામલતદાર કચેરીમાં ઓનલાઈન કામગીરી માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી

જીલ્લા સેવાસદનમાં જી-સ્વાન એજન્સી દ્વારા કલેકટર કચેરી થી મામલતદાર કચેરી સુધી

નવિન લાઈન નાખવામાં આવેલ છે. અને શુક્રવારના સાંજના સમયે ગોધરા કલેકટર કચેરી

કંપાઉન્ડમાં આવેલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના નવિન બિલ્ડીંગના પાયાના ખોદકામ દરમ્યાન

કલેકટર કચેરી થી મામલતદાર કચેરીને જોડતી ઈન્ટરનેટ સેવાની લાઈન કપાઈ જતાં ઈન્ટરનેટ

સેવા ખોરવાઈ જવા પામી છે.

ગોધરા મામલતદાર કચેરીમાંથી સબ રજીસ્ટ્રાર વિભાગમાં દસ્તાવેજ નોંધણી કરાવવા

તેમજ ઈ-ધરા વિભાગમાં વિવિધ રેકર્ડ મેળવવા માટે આવતાં અરજદારોને ઘકકા ખાવાનો વારો

આવ્યો છે. ગોધરા મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર વિભાગમાં દસ્તાવેજ નોંધણી દ્વારા

સરકારી તિજોરીને લાખો રૂપીયાની આવક થાય છે.તેમજ ઈ-ઘરા વિભાગમાં વિવિધ રેકર્ડ

મેળવવા માટે આવતાં અરજદારો પાસેથી ફીની રકમથી સરકારી તિજોરીને આવક થતી હોય છે.

ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા સરકારી તિજોરીને આવક કરી આપતી આ બધી જ સેવાઓ છેલ્લા ચાર દિવસથી બંધ પડી ગઈ છે. હાલમાં ઓનલાઈન સેવા પુરી

પાડતી જી- સ્વાન કનેક્ટિવિટી ખોરવાઈ સરકારી એજન્સીઓએ ઓનલાઈન સેવા પુનઃવત શરૂ કરવા

માટે ફરિયાદ પણ કરવામાં આવી છે.

તેમ છતાં ચાર દિવસ જેવો સમય વીતી જવા છતાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ચાલુ કરવામાં

આવી નથી. જેને કારણે આજુ બાજુથી આવતા શહેરી અને ગ્રામીણ અરજદારો અટવાઈ પડયા છે.

મામલતદાર કચેરીમાં ઈ-ઘરા શાખામાં ગોધરા તાલુકાની જમીનના રેકર્ડ પુરાવા ઉપલબ્ધ

હોય છે અને આ નકલો કઢાવવા માટે ગ્રામ્ય અરજદારો આવતા હોય છે પરંતુ છેલ્લા ચાર

દિવસથી ઈન્ટરનેટ કનેક્શન બંધ હોવાને કારણે આ કામગીરી ઠપ્પ થવાથી સરકારી તિજોરીમાં

અંદાજીત ૫૦ હજારની ખોટ વર્તાય છે.

હાલમાં સરકાર દ્વારા તમામ પ્રકારના સ્ટેમ્પ બંધ કરીને ઓનલાઈન ઈ-સ્ટેમ્પ શરૂ

કરવામાં આવેલ હતા અને તે માટે દરેક જિલ્લા અને તાલુકાઓમાં ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો

શરૂ કરવામાં આવ્યા હતા.ગોધરા મામલતદાર કચેરીના

ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રમાંથી રોજના લાખો રૂપીયાના ઈ-સ્ટેમ્પ પેપરનું વેચાણ થતું હતું

આ સ્ટેમ્પ દસ્તાવેજ કરવા, બાંહેધરી કરાર, સોગંદનામું, વેચાણ કરાર તેમજ અન્ય કરારો કરવામાં ઉપયોગી થતાં હોય છે. હાલમાં મામલતદાર કચેરી ગોધરા ખાતે ઈન્ટનેટ કનેક્ટિવિટી બંધ હોવાને કારણે છેલ્લા

ચાર દિવસમાં એક પણ ઈ-સ્ટેમ્પ પેપર વેચાણ ન થતાં સરકારને અંદાજે લાખો રૂપિયાની ખોટ

વર્તાય રહી છે .

Next Story