Connect Gujarat
Featured

ગોધરા : માતરિયા વ્યાસ ગામે તસ્કરો બકરો લઇને ભાગ્યાં પણ જુઓ પછી જે થયું તે તસ્કરો કોઇ દિવસ નહિ ભુલી શકે

ગોધરા : માતરિયા વ્યાસ ગામે તસ્કરો બકરો લઇને ભાગ્યાં પણ જુઓ પછી જે થયું તે તસ્કરો કોઇ દિવસ નહિ ભુલી શકે
X

શહેરા તાલુકાના નાડા ગોધરા મુખ્ય રોડ પર માતરિયા વ્યાસ ગામે બકરાઓની ચોરી કરતી ભાગતી વેળા એક તસ્કર બાઇક પરથી પડી જતાં તેને લોકોએ ઝડપી પાડી સારો એવો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.

આદિવાસી સમાજમાં ચાલતી પરંપરા મુજબ માતરિયા વ્યાસમાં આવેલ એક ફળિયામાં ધાર્મિક રીત રિવાજ પ્રમાણે બકરાને છૂટો મુકવામાં આવે છે. ત્યારે તસ્કરો રોડની કિનારે ફરતા બકરાઓ ઉપાડી ફરાર થઈ જાય છે. આગાઉ કેટલા બકરાં પણ ગુમ થયેલ છે, સરાળીયા , માતરિયા, વાઘજીપુર તેમજ અન્ય ગામોમાં પણ બકરાની ચોરી થઈ હતી. સાંજના સમયમાં માતરિયા વ્યાસ ગામે બે ઈસમો ડીસકવર ગાડી લઈ રોડ પરથી બકરો લઈને ફરાર થયાં હતા, પરંતુ બકરાનું વજન વધારે હોવાથી ઉતાવળે ભાગી શકાયું નહિ અને પોતાની ગાડી લઈને રોડ પર પછડાયા.

એક બકરાં ચોર ને માથાના પાછળના ભાગમાં ઇજા પણ થઈ છે અને એક બકરાં ચોર ફરાર થઇ ગયો હતો. આજુબાજુ બુમાબુમ થતા ગામ લોકો દોડી આવ્યા અને બકરાં ચોરને રંગે હાથે પકડી લીધો. ગામજનો દ્વારા જાણવા મળ્યું કે આ બકરાં ચોર શહેરાનો છે. બનાવની જાણ થતાં શહેરા પોલીસે સ્થળ પર દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story