Connect Gujarat
Featured

ગોલ્ડ મેડલીસ્ટ સરિતા ગાયકવાડ પણ પાણીની સમસ્યા થી પીડાય છે

ગોલ્ડ મેડલીસ્ટ સરિતા ગાયકવાડ પણ પાણીની સમસ્યા થી પીડાય છે
X

2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ અત્યારે પીવાનું પાણી ભરવા માટે દરરોજ 1 હજાર મીટર (1 કિમી) ચાલવું પડે છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ કમનસીબે એનું વતન જ્યાં છે એ ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે હજુ પણ પીવાના પાણી માટે તેનો સંઘર્ષ જારી છે.

ડાંગમાં દર ચોમાસે 100 ઇંચથી વધુ વરસાદ વરસવા છતાં ઉનાળામાં 311 ગામ પાણીની હાડમારી વેઠે છે. અહીં આહવાના સરકારી આવાસોમાં પણ પાણી આવતું નથી, ત્યારે અંતરિયાળ ગામડાની પાણી સમસ્યાનો અંદાજ લગાવી શકાય છે. સાગના જંગલોથી સમૃદ્ધ પ્રદેશની પ્રજા પાણી માટે કેવી યાતના વેઠી રહી છે તેનો આ પુરાવો છે.

આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, હું ઓલિમ્પિકની તૈયારી માટે પોલેન્ડ ગઇ હતી. ત્યાંથી પંજાબ ખાતેના ખેલકૂદ સેન્ટરમાં બે મહિનાની ટ્રેનિંગ લીધા બાદ લૉકડાઉનના સાત દિવસ પછી પોતાના ગામ કરાડીઆંબા પરત આવી હતી. જ્યાં હાલ માતા-પિતા સાથે ખેતરનું કામ અને કૂવા પરથી પાણી ભરીને લાવવું મારો રોજનો નિત્યક્રમ બની ગયો છે.

Next Story