Connect Gujarat
Featured

સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઐતિહાસિક ઉછાળો, બુલિયન માર્કેટમાં સોનાના ભાવની કિમત 52,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઐતિહાસિક ઉછાળો, બુલિયન માર્કેટમાં સોનાના ભાવની કિમત 52,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
X

27 જુલાઇ સોમવારના રોજ બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 52,960 રૂપિયાના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂક્યો છે. આ પહેલાં સોનાની કિંમત 52,055 પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે ચાંદીની કિંમત પણ 65,670 રૂપિયાને પાર થઈ ગઈ છે. આ પહેલાં 1 કિલો ચાંદીનો ભાવ 62,371 રૂપિયા હતો.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ એનાલિસ્ટએ જણાવ્યુ કે શુક્રવારે ડોલર સામે રૂપિયો 8 પૈસાના ઘટાડા પછી તે 74.83 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. ડોમેસ્ટિક ઇક્વિટી સેન્ટિમેન્ટ અને અમેરિકા તથા ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે રોકાણકારો સાવચેતી દેખાડી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચેના તણાવથી પણ રોકાણકારો પર સુરક્ષિત રોકાણ વિકલ્પ પસંદ કરવા દબાણ વધ્યું છે. આ જ કારણથી મોંઘી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

Next Story