Connect Gujarat
Featured

ડાંગ : ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ અને મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતી મોનાલીસા પટેલને આંતરરાષ્ટ્રીય મહીલા દિને અભિનંદન

ડાંગ : ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ અને મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતી મોનાલીસા પટેલને આંતરરાષ્ટ્રીય મહીલા દિને અભિનંદન
X

ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે તેના અથાગ પરિશ્રમથી જે મંઝિલ હાંસલ કરી છે તે જગજાહેર છે. સામાન્ય શ્રમજીવી પરિવારમાથી આંતરરાષ્ટ્રીય દોડવીર સુધીની સફર ખેડીને દેશને ગોલ્ડ મેડલ અપાવનારી આ યુવતીએ, પ્રસિધ્ધિ અને લોકપ્રિયતા પણ ખોબલે ખોબલા ભરીને મેળવી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયાના ભરોસાપાત્ર પ્લેટફોર્મ એવા ઇન્સ્ટાગ્રામએ પણ સરિતા ગાયકવાડના ઇન્સ્ટા એકાઉન્ટને બ્લુ ટિક આપી તેણીના એકાઉન્ટને અધિકૃત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાંથી પ્રાપ્ત થયેલા આ અણમોલ રત્નને રાજ્ય સરકારે ગુજરાત પોલીસની નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક કરીને તેણીને અદકેરું સન્માન પણ બક્ષ્યુ છે. સરિતા ગાયકવાડ ગુજરાત ચૂંટણી આયોગના મતદાર જાગૃતિ અભિયાનની સ્ટેટ યુથ આઈકોન તરીકે પણ માનદ સેવાઓ આપી રહી છે. ડાંગ જિલ્લાનું અને ગુજરાત રાજ્ય સહિત દેશને અનોખુ ગૌરવ પ્રદાન કરતા આ અણમોલ રત્નને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી, તેમના સંઘર્ષમાંથી આવનારી પેઢીને ખૂબ પ્રેરણા આપે તેવી પ્રાર્થના…

ડાંગ જીલ્લામાં સાધન સુવિધાઓના અભાવ સાથે સંદેશા વ્યવહારની પણ મર્યાદાઓ હોવા છતાં ડાંગની આ યુવતી મોનાલીસ પટેલએ માયાનગરી મુંબઈમાં પ્રવેશીને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરી, દુનિયાને દેખાડી દીધુ છે કે, જો તમારામાં પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતા રોકી નથી શકતી. સાવલી નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કલાકારી દેખાડ્યા બાદ પિકસલ ફોરેસ્ટ ફિલ્મ સ્ટુડિઓના બેનર હેઠળ બનેલી નેટિવ કોંગો અને ચિત્રકૂટમાં પણ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે.

સને 2006થી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ડાંગની આ યુવતીએ અનેક એડ ફિલ્મો અને વિડીયો આલબમ્સમાં પણ પોતાની અદાકારી દેખાડી છે. વિશેષ કરીને ડાંગી ડાન્સ, આસામનું બીહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનું ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલી ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમા પણ નિપુણતા ધરાવતી આ યુવતી, અંતરિયાળ વિસ્તારના બાળકોમા રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે અંતરિયાળ વિસ્તારમાં રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ અને સીનેવિદ્યા વર્કશોપના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે.

Next Story