Connect Gujarat
ગુજરાત

રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન જયંતિ ઢોલની વિદાય, શીંગાળાની નિમણૂક

રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન જયંતિ ઢોલની વિદાય, શીંગાળાની નિમણૂક
X

અગાઉના દિવસો દરમિયાન સ્થાનિક રાજકારણમાં નવા જુની થવાના એંધાણ.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની આજે સોમવારે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે છેલ્લા બે દાયકાથી યાર્ડમાં એક હથ્થુ શાસન ચલાવનાર ભાજપના જયંતિભાઈ નિશ્ચિત બનતા ભાજપમાં આંતરીક ખટરાગ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં જયંતિભાઈ અલિપ્ત રહેતાં હાલના વાઈસ ચરમેન ગોપાળભાઈ શિંગાડા નવા ચેરમેન બની જશે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી જયંતિભાઈ ઢોલની વિદાય સાથે વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ગોંડલનું રાજકારણ બદલાઈ જશે. ગત વિધાનસભાની ચૂંટણીથી નવાજુની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. કુલ 17 સદસ્ય ધરાવતા ગોંડલ યાર્ડમાં ચેરમેન પદનો અઢી વર્ષનો સમયકાળ પૂર્ણ થતા આજે ચૂંટણી યોજાનાર છે. માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલ રાજીખુશીથી ઉમેદવારી નહીં નોંધાવે તેવી વિગતો સપાટી આવી છે. આની પાછળ કાર્યકરોની ભરપૂર નારાજગી હોવાનું ભાજપના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં બપોરે એક વાગ્યે યોજાનાર ચૂંટણીમાં જયંતિભાઈ અલિપ્ત રહેતાં હાલના વાઈસ ચરમેન ગોપાળભાઈ શિંગાડા નવા ચેરમેન બની શકે છે. જયંતિભાઈ ઢોલની વિદાય પાછળ અનેક કારણો હોવાની સ્થાનિક રાજકારણીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે.

ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કાનૂની વિવાદમાં હોય ગોંડલ વિધાનસભાની ટિકિટના મુદ્દે જયંતિભાઈ ઢોલની નારાજગી સપાટી પર આવવા પામી હતી. તેમજ પ્રદેશ ભાજપ દ્વારા ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી અને તેમની જીત થઈ હતી. ચૂંટણીવેળા અને ઠેક આજ સુધીના સમયગાળા દરમિયાન જયંતિભાઈ ઢોલની નારાજગી અવારનવાર સામે આવતા આગામી સમય દરમિયાન સ્થાનિક રાજકારણમાં નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Next Story