Connect Gujarat
ગુજરાત

ગોંડલ : વન ડે નવરાત્રીમાં ખેલૈયાઓ આવ્યાં હેલમેટ પહેરીને

ગોંડલ :  વન ડે નવરાત્રીમાં ખેલૈયાઓ આવ્યાં હેલમેટ પહેરીને
X

નવરાત્રી શરુ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેલકમ નવરાત્રી અંતર્ગત વન ડે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમસ્ત વાણદ સમાજ દ્વારા ગોંડલ ના સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ગરબામાં ખેલૈયાઓ માથે હેલમેટ પહેરી ગરબા રમ્યાં હતાં.

નવરાત્રી શરૂ થવાના 15 દિવસ અગાઉ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક દિવસીય રાસના આયોજન શરૂ થઈ જતા હોય છે. ત્યારે નવરાત્રી પર્વ ને આવકારવા સમસ્ત વાણદ સમાજ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન ગોંડલના સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ મોટર વિહકલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયમો ને કડક રીતે અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ટુ વહીલ ચાલકોએ હેલમેંટ ફરજિયાત પહેરવાનો છે. ગોંડલ ખાતે આયોજીત નવરાત્રી દાંડિયા રાસમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરી પોહચ્યા હતા અને હેલ્મેટ પહેરવા થી થતા ફાયદાઓ વિશે લોકોને સમજ આપી હતી.

Next Story