Connect Gujarat
Featured

ભારતમાં ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડના માધ્યમથી આવનાર 5 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

ભારતમાં ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડના માધ્યમથી આવનાર 5 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
X

ગૂગલના CEO સુંદર પિચાઈએ સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડના માધ્યમથી ભારતમાં આવનારા 5થી 7 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

https://twitter.com/sundarpichai/status/1282598821504016386

આ પહેલા પણ ગૂગલના CEO વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી ચર્ચા કરી છે. પિચાઈ સાથેની પોતાની વાત અંગેની માહિતી PM મોદીએ જાતે ટ્વીટ કરીને આપી છે. તેમણે લખ્યું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. અમે ભારતના ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગસાહસિકોના જીવનમાં પરિવર્તન લાવવા ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરવા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

એક અન્ય ટ્વીટમાં PM મોદીએ લખ્યું કે, ચર્ચા દરમિયાન સુંદર પિચાઈ અને મેં વર્ક કલ્ચર અંગે વાત કરી, જે કોવિડ -19ના સમયમાં ઉભરી રહી છે. અમે કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે રમત જેવા ક્ષેત્રોમાં થયેલા પડકારો અંગે ચર્ચા કરી છે. અમે ડેટા સુરક્ષા અને સાઈબર સુરક્ષાના મહત્વ અંગે ચર્ચા કરી છે. PMએ લખ્યું કે, શિક્ષણ, ડિજિટલ ચૂકવણી જેવા ક્ષેત્રમાં ગૂગલના પ્રયાસો અંગે જાણકારી મેળવીને મને ખૂબ ખૂશી થઇ છે. અને ગૂગલ ભારતમાં 4 એરિયામાં ઇન્વેસ્ટ કરશે.

ભારતના લોકોને તેમની માતૃભાષા પંજાબી, ગુજરાતી, હિન્દી, તમિલ એમ જે તે ભાષામાં માહિતી મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.ભારતની જરૂરિયાત પ્રમાણે નવી પ્રોડક્ટ અને સર્વિસ ઉભી કરવામાં આવશે. ડિજિટલ પ્લેટફોર્મ ઉપર નાના બિઝનેસને પ્રોત્સાહન મળી રહે તે માટે પગલાં ભરવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ અને કૃષિમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

Next Story